BANASKANTHAGUJARATPALANPUR
આદર્શ વિદ્યાલય, વિસનગરનો તાલુકા કક્ષાએ ઉત્કૃષ્ટ દેખાવ
8 જાન્યુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ સંચાલિત આદર્શ વિદ્યાલય, વિસનગરના વિદ્યાર્થીઓએ તાલુકા કક્ષાએ યોજાયેલ કલા મહાકુંભમાં ભાગ લીધો હતો. જેમાં ઠાકોર પાર્વતી સતરામ એ હળવું કંઠ્ય સુગમ સંગીત સ્પર્ધામાં પ્રથમ નંબર, રાવળ હની ભાવિનકુમાર એ ચિત્ર સ્પર્ધામાં પ્રથમ નંબર તથા ઠાકોર સુહાની અનિલજી એ લોકગીત સ્પર્ધામાં તૃતીય નંબર પ્રાપ્ત કર્યો હતો. આમ તાલુકા કક્ષા એકલા મહાકુંભમાં આદર્શ વિદ્યાલયનું ગૌરવ વધારવા બદલ ત્રણે વિદ્યાર્થીનિઓને તથા કલા મહાકુંભમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને શાળા દ્વારા પ્રાર્થના સભામાં ઈનામરૂપે ચોપડા આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા તથા જિલ્લા કક્ષાએ પણ ઉત્કૃષ્ટ દેખાવ કરે તેવા સુભાશિષ પાઠવ્યા હતા.