GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી સીલીકોસીસ પીડીતો માંગે છે ન્યાય,જે કામદારો રોજી કમાઈ શકતા નથી તેમને પેન્શન આપો.કલેક્ટર સમક્ષ પિડીતોની રજુઆત

MORBI:મોરબી સીલીકોસીસ પીડીતો માંગે છે ન્યાય,જે કામદારો રોજી કમાઈ શકતા નથી તેમને પેન્શન આપો.કલેક્ટર સમક્ષ પિડીતોની રજુઆત

 

 

તારીખ – ૦૭/૦૧/૨૦૨૫ ના રોજ સીલીકોસીસ પીડીત સંઘ, મોરબી એ કલેકટર સાહેબને આવેદન પત્ર આપ્યું જેમાં એમને જણાવ્યું કે મોરબી નગરપાલિકા હવે મહાનગરપાલિકા બની ગઈ પરંતુ મોરબીમાં કામ કરતાં લાખો કામદારોને તેમના ઔધ્યોગીક વીવાદોના ઉકેલ અને ન્યાય માટે હજુ મજુર અદાલત મળી નથી તે આઘાત અને આશ્ચર્યજનક બાબત છે. મોરબી જીલ્લામાં લાખો કામદારો કામ કરે છે જેમાના અનેક તો જોખમી ઉધ્યોગોમાં કામ કરે છે. આ લાખો કામદારોને તેમના વેતન, સામાજિક સુરક્ષા, રજાઓ, પી એફ., ગ્રેજ્યુઇટી, અકસ્માત અને વ્યવસાયીક રોગોમાં વળતર, શીસ્તપાલન, ગેર્કાયદેસર કાઢી મુકવા, બોનસ, કામના કલાક જેવી અનેક બાબતે માલીકો સાથે સંઘર્ષ અને વીવાદ થતા હોય છે પરંતુ હાલ તેમને રાજકોટ મજુર અદાલતમાં જવા સીવાય કોઇ છુટકો નથી. વર્ષો વર્ષ કામ કરવા છતાં તેમને આઈ કાર્ડ પણ નથી આપવામાં આવતા. કામદાર રાજ્ય વીમા કાયદો લાગુ પડતો હોવા છતાં તેમને આવરી લેવામાં આવતા નથી. જ્યારે સ્વાસ્થ્ય સબંધિત મોરબી સીરામીકમાં કારણે સીલીકોસીસની બીમારી થાય તો નિદાન અને સારવાર માટે મોરબી સીવીલ હોસ્પિટલ પાસે ફેફસાંના નિષ્ણાત ડોક્ટર નથી, સીટી સ્કેનનું મશીન નથી. કલેકટર સાહેબએ સીલીકોસીસ દર્દી માટે ફ્રી સારવાર અને નિદાન માટે પરીપત્ર તો જાહેર કર્યો પરંતુ તે માટે યોગ્ય ડોક્ટર જ મોરબી સીવીલ હોસ્પીટલમાં નથી તો એનું અમલીકરણ કેમ થશે ? આવી અનેક બાબતોને ધ્યાનમાં લઈને સીલીકોસીસ પીડીત સંઘ, મોરબી દ્વારા નીચેની બાબતોની માંગણી કરવામાં આવી છે.

(1) મોરબી જીલ્લો બન્યો દસ વર્ષ કરતાં વધુ થયા અને હવે તો મોરબી મહાનગર પાલીકા જાહેર થઇ છે ત્યારે મજૂર અદાલત વગર તેમને ન્યાય મેળવવાનું અઘરા બને છે. જે લાખો કામદારો મોરબી જિલ્લામાં કામ કરી તેને સમૃદ્ધ બનાવના હમેશાં પ્રયત્ન કર્યો છે તે કામદારોને ન્યાય મેળવવા માટે મોરબી જિલ્લા પાસે પોતાની મજૂર અદાલત હોવી જરૂરી છે.

(2) મોરબી સીવીલ હોસ્પીટલ ખાતે ફેફસાંના નિષ્ણાત ડોક્ટરની વ્યવસ્થા કરવામાં આવે જેથી સીલીકોસીસ પીડીતોની સારવાર અને નિદાન થઈ શકે. રાજકોટથી ફેફસાંના ડોક્ટરને મહિનામાં દર બુધવારે બોલાવી તેનું નિદાન અને સારવારનું કામ કરી શકે.

3) સીલીકોસીસ પીડીત કુટુંબોને અંત્યોદય કાર્ડ આપી તે મુજબ રેશન મળે તેવી વ્યવસ્થા કરવી. અંત્યોદય કાર્ડ માટેના પરીપત્રમાં ગંભીર રોગ જેવા કે એચ.આઈ.વી માટે જોગવાઈ હોય તો સીલીકોસીસ એનાથી ગંભીર બીમારી છે તો સીલીકોસીસ પીડીત કુટુંબોને અંત્યોદય કાર્ડ અપાવો.

4) સીલીકોસીસના દર્દીઓને તબીબી સલાહ હોય તો અને ત્યારે ઘરે બેઠા વીના મૂલ્યે ઓક્સીજન કોન્સટ્રેટર મળે અથવા ઓક્સીજન માટે વીના મુલ્યે વૈકલ્પીક વ્યવસ્થા કરવી. કોરોના સમય પછી ફાજલ પડેલ ઓક્સીજન કોન્સટ્રેટરનો અહીં સદ્ઉપયોગ થઈ શકે.

5) સીલીકોસીસ દર્દીની અપંગતાની આકારણી કરી અપંગો માટેની – બસ/ટ્રેનની વીના મૂલ્યે મુસાફરી સહીતની તમામ યોજનાઓનો લાભ આપવો.

6) જે સીરામીક એકમોમાં કામ કરવાને કારણે સીલીકોસીસ થયો છે તે તમામ એકમોની તપાસ કરી ત્યાં ફેકટરી એક્ટના શીડ્યુલ – ૨ મુજબ જોખમી પદાર્થોનો સંપર્ક થાય તે મુજબ જોગવાઇઓનું પાલન કરાવવું.

(7) ભારતના બંધારણની કલમ ૩૯(એ) નાગરિકોને મફત કાનૂની સહાયતના અધીકારની ખાતરી આપે છે તથા સુપ્રીમ કોર્ટે કહ્યું કે કાનૂની સહાય એ બંધારણની કલમ ૨૧ હેઠળના મૂળભૂત અધીકારોનો એક ભાગ છે આ બાબત ને ધ્યાનમાં લઈને જે સીલીકોસીસ પીડીત કુટુંબો કાયદા મુજબ વળતર મેળવવા માંગે છે પરંતુ આર્થિક પરીસ્થિતીને

કારણે મેળવી શકતા નથી તેમની માટે તેમણે મફત કાનૂની સહાયતા મળે તે માટે યોગ્ય માર્ગદર્શન અને વ્યવસ્થા કરવામાં આવે કલેકટરએ માગણી બાબતે સબંધીત અધીકારી જોડે ચર્ચા માટે પીડીતોને આમંત્રિત કરશે તેવો જવાબ સાથે આપ્યો હતો.

Back to top button
error: Content is protected !!