વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી,તા-૦૮ જાન્યુઆરી : સુવઇ આંગણવાડી મધ્યે આસપાસના ગામોની ૨૯ આંગણવાડીના બનેલા સુવઈ ઘટકના સેજા કક્ષાનો પોષણ ઉત્સવ – ૨૦૨૪ યોજાયો હતો.આંગણવાડી કેન્દ્રોમાં સગર્ભા માતા, ધાત્રી માતાઓ, કિશોરીઓ તેમજ સાતમાસથી 3 વર્ષના બાળકોને જે ટેક હોમરાશન આપવામાં આવે છે. આ ટીએચઆર તેમજ મિલેટમાંથી બનતી વાનગીનું નિર્દેશન તેમજ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આંગણવાડી કેન્દ્રોના લાભાર્થી દ્વારા બાલશક્તિ, માતૃશક્તિ, પૂર્ણાશક્તિ તથા મિલેટ્સ અને સરગવામાંથી વિવિધ ૧૫૦ જેટલી પૌષ્ટિક વાનગીઓ બનાવી રજૂ કરવામાં આવી હતી. જેમાંથી ૧ થી ૩ નંબર આપવામાં આવ્યા હતા.જેમને વિભાગ દ્વારા પ્રમાણપત્ર તેમજ એકતા ગ્રૂપ- સુવઈ દ્વારા ઇનામ સ્વરૂપે પ્રોત્સાહક રકમ આપવામાં આવી હતી. કાર્યક્રમમાં સુવઈ સેજા હેઠળના ગામડાઓના ૪૦૦ થી વધુ વાલીઓ, લાભાર્થીઓ જોડાયા હતા.તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન શ્રી કિશોરભાઈ મહેશ્વરી દ્વારા સેજા હેઠળના ૧૯ કુપોષિત બાળકોને સુપોષણ કીટ આપવામાં આવી હતી. એકતા ગ્રુપ-સુવઈ દ્વારા ભોજન વ્યવસ્થા કરવામાં આવી હતી.કાર્યક્રમમાં CDPO શ્રી કે. એ. પ્રજાપતિ, રાપર તાલુકા પંચાયત સામજિક ન્યાય સમિતિના ચેરમેનશ્રી કિશોરભાઈ મહેશ્વરીએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું.કાર્યક્રમમાં ગામના આગેવાનશ્રી વાડીલાલ સાવલા, ઊર્મિલાબેન સાવલા, હરીભાઈ રાઠોડ, સુપરવાઈઝરશ્રી હંસાબેન, તલાટીશ્રી મિતેષ પટેલ, ડો.રાકેશ પ્રજાપતિ તથા સુવઇ માધ્યમિક, પ્રાથમિક શાળાના આચાર્ય અને શિક્ષકગણ તેમજ આરોગ્ય કર્મચારી/અધિકારી હાજર રહ્યા હતા.સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા જિલ્લા પોગ્રામ ઓફિસરશ્રી કચ્છ ભુજના માર્ગદર્શન હેઠળ રાપર CDPO શ્રી કે. એ. પ્રજાપતિ, સુપરવાઈઝર શ્રી હંસાબેન તેમજ સેજા હેઠળના ૨૯ આંગણવાડી વર્કરએ જહેમત ઉઠાવી હતી.