DAHODGUJARAT

દાહોદ જિલ્લાના તમામ તાલુકામાં ‘પોષણ ઉત્સવ-૨૦૨૫’ યોજાયો

તા.૦૮.૦૧.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ જિલ્લાના તમામ તાલુકામાં ‘પોષણ ઉત્સવ-૨૦૨૫’ યોજાયો

પોષણ ઉત્સવમાં THR(ટેક હોમ રેશન) અને મીલેટ્સમાંથી અવનવી વાનગીઓ બનાવવામાં આવી

દાહોદ જિલ્લા પંચાયતના મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળના આઈસીડીએસ દ્વારા જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ઇરાબેન ચૌહાણના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં તમામ ઘટકના સેજાઓમાં મહાનુભાવોની ઉપસ્થિતિમાં પોષણ ઉત્સવ ૨૦૨૫ ની ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં THR(ટેક હોમ રેશન) અને મીલેટ્સમાંથી લાભાર્થીઓ અને આંગણવાડી વર્કરબહેનો દ્વારા અવનવી વાનગીઓ બનાવવામાં આવી હતી. આ ઉપરાંત, કિશોરી દ્વારા લાઈવ વાનગીઓ બનાવવાની સ્પર્ધામાં બાજરી તેમજ મિક્સ ભાજીના મુઠીયા બનાવવામાં આવ્યા હતા. ઉપસ્થિત અધિકારીઓ દ્વારા આ તમામ વાનગીઓમાંથી વિજેતા બહેનોને અને કિશોરીઓને ઈનામ અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.ઉપરોક્ત પોષણ ઉત્સવ-૨૦૨૫, સી.ડી.પી ઓ ઘટકના સુપરવાઇઝર બહેનો, એનએનએમ બહેન, પાપા પગલી પ્રોજેક્ટના કોઓર્ડીનેટર બહેન, આંગણવાડી કાર્યકરબહેનો, હેલ્પરબહેનો તથા લાભાર્થીઓએ ભાગ લીધો હતો

Back to top button
error: Content is protected !!