AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONEGUJARAT

માર્ગ સલામતી માસ 2025: શાસ્ત્રીનગરમાં મહિલાઓ માટે ટ્રાફિક અને સુરક્ષા જાગૃતિ સેમિનારનું આયોજન

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ

માર્ગ સલામતી માસ 2025 અંતર્ગત શાસ્ત્રીનગર, અમદાવાદમાં મહિલાઓ માટે ટ્રાફિક અને સુરક્ષા જાગૃતિ સેમિનાર યોજાયો. આ સેમિનાર આરટીઓ અમદાવાદ અને જાગો ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે આયોજિત હતો, જેમાં 200 જેટલી મહિલાઓએ ઉત્સાહભર્યો ભાગ લીધો.

કાર્યક્રમમાં રોડ સલામતીના તજજ્ઞ ડોક્ટર પ્રવીણ કાનાબારે મહિલાઓને વાહન ચલાવતી વખતે અનુસરવાના ટ્રાફિક નિયમો અને માર્ગ સલામતીના પગલાં અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું.

આરટીઓના અધિકારીએ ટ્રાફિક સલામતીના તથ્યો તેમજ મહિલાઓ માટે લાઇસન્સ મેળવવાની ઑનલાઈન પ્રક્રિયાની સમજણ આપી. સાથે જ, કોમર્શિયલ ડ્રાઇવિંગથી રોજગારીના અવસરો શરૂ કરી શકાય તે બાબતે પણ માર્ગદર્શન આપ્યું.

સેમિનાર દરમ્યાન મહિલાઓને માર્ગ સલામતી અંગે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી. આ ઉપરાંત, ક્વિઝ સ્પર્ધા યોજાઈ, જેમાં વિજેતા બનેલ મહિલાઓને હેલ્મેટ આપીને સન્માનિત કરવામાં આવી હતી.

આ કાર્યક્રમ ટ્રાફિક અને સુરક્ષિત મુસાફરી અંગે મહિલાઓમાં જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્ય સાથે સફળતાપૂર્વક પૂર્ણ થયો.

Back to top button
error: Content is protected !!