AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONEGUJARAT

આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2025: ગુજરાતના આકાશમાં રંગીન પતંગોનો મહોત્સવ શરૂ થશે

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ

અમદાવાદમાં 11 જાન્યુઆરીથી 14 જાન્યુઆરી દરમિયાન આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2025નું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવનો પ્રારંભ 11 જાન્યુઆરીના રોજ વલ્લભસદન રિવરફ્રન્ટ ખાતે થશે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રવાસન મંત્રી મૂળુભાઇ બેરાની ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન સમારંભ યોજાશે.

આ મહોત્સવ માત્ર અમદાવાદ પૂરતો મર્યાદિત નથી. 12 જાન્યુઆરીના રોજ સ્ટેચ્યૂ ઓફ યુનિટી (એકતા નગર), રાજકોટ અને વડોદરા ખાતે પણ આ મહોત્સવ યોજાશે. 13 જાન્યુઆરીના રોજ સુરત, શિવરાજપુર અને ધોરડો જેવા સ્થળોએ પણ પતંગ મહોત્સવના રંગીન કાર્યક્રમો આયોજિત થશે.

આ વર્ષના મહોત્સવમાં 47 દેશોમાંથી 143 પતંગબાજો તથા ભારતના 11 રાજ્યોમાંથી 52 પતંગબાજો ભાગ લઈ રહ્યા છે. ગુજરાતના 11 શહેરોમાંથી 417 પતંગબાજો પણ પોતાની પ્રતિભા પ્રદર્શિત કરશે.

આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ ગુજરાતની ઉત્તમ સંસ્કૃતિને વૈશ્વિક સ્તરે પ્રોત્સાહન આપવો છે. પતંગોત્સવના માધ્યમથી ગુજરાતના પર્યટન સ્થળોની લોકપ્રિયતામાં વધારો થયો છે. ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો, નાઈટ કાઈટ ફાઈલિંગ, પતંગ વર્કશોપ અને હેન્ડીક્રાફ્ટ સ્ટોલ આ મહોત્સવના મુખ્ય આકર્ષણો છે.

આ પતંગ મહોત્સવ ગુજરાતના પર્યટન ક્ષેત્ર માટે મોટેરા માઈલસ્ટોન સાબિત થયો છે. દરેક વર્ષની જેમ આ વર્ષ પણ લોકસંસ્કૃતિ, હસ્તકલા અને પ્રવાસન ક્ષેત્રને આગળ વધારવાનો પ્રયાસ મહોત્સવ દ્વારા થઈ રહ્યો છે.

Back to top button
error: Content is protected !!