GUJARATJUNAGADHKESHOD

જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર દ્વારા કુદરતી કે માનવસર્જીત આપત્તિ અંગે જૂનાગઢ શહેર મામલતદાર કચેરી ખાતે માર્ગદર્શન અપાયું

જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર દ્વારા કુદરતી કે માનવસર્જીત આપત્તિ અંગે જૂનાગઢ શહેર મામલતદાર કચેરી ખાતે માર્ગદર્શન અપાયું

જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર દ્વારા જૂનાગઢ શહેર મામલતદાર કચેરી ખાતે આપત્તિ સમયે કેવા પગલા લેવાથી જાનહાનિ અને માલહાનિ નિવારી શકાય? તે વિશે વધારેમાં વધારે જાગૃતિ ફેલાય તેવા આશયથી તાલીમ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ડિસ્ટ્રીક્ટ પ્રોજેક્ટ ઓફિસરશ્રી ક્રતુભાઈ ત્રિવેદી, ફાયર શાખાના ફાયર સ્ટાફ, તેમજ ૧૦૮ સેવા દ્વારા મામલતદાર કચેરીના કર્મચારીઓને અચાનક આવી પડતી કુદરતી કે માનવસર્જીત આપત્તિ સમયે સ્વબચાવ અને બિજા લોકોને મદદરૂપ થવા તથા આપત્તિ સમયે લેવાના તકેદારીના પગલાં, પ્રાથમિક સારવાર, શોધ અને બચાવ, લાઇફ જેકેટ, અગ્નિશમન યંત્ર, ૧૦૮ ડેમો જેવા વિવિધ સંશાધનનો ઉપયોગ કેવી રીતે કરવો તે અંગે લાઈવ ડેમોન્સ્ટ્રેશન વડે માહિતી આપવામાં આવી હતી.

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!