AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લાનાં શબરીધામ સુબિર ખાતે શ્રીરામ આગમન યાત્રા મહોત્સવ કાર્યક્રમ યોજાશે..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-વાંસદા/ડાંગ

ડાંગ જિલ્લાની  શબરીમાતા સેવા સમિતિ શબરીધામ દ્વારા શ્રીરામ આગમન યાત્રા મહોત્સવનું 13 મી જાન્યુઆરીના રોજ આયોજન કરવામાં આવ્યુ છે.ભગવાન શ્રીરામ અને માતા શબરીના મિલનની ઘટનાનું ભારતીય સંસ્કૃતિ અને સનાતન ધર્મમાં આગવુ મહત્વ છે. આ ક્ષણ એક ભક્તની તેના પ્રભુ પ્રત્યેની અતૂટ શ્રદ્ધા અને ભક્તિનું એક પ્રતિક છે. પ્રભુ શ્રીરામ અને માતા શબરીનુ મિલન આ રામયણ કાળની ઘટના એ હજારો વર્ષોથી આધ્યાત્મિક ભક્તિનું પ્રામાણિક ઉદાહરણ પુરૂ પાડ્યુ છે.જ્યારે ભગવાન શ્રીરામ માતા શબરીના આશ્રમમાં આવ્યા, ત્યારે માતા શબરીના ગુરૂ માતંગ ઋષિના શબ્દોને યાદ કરીને ખુબ જ પ્રસન્ન થઈ ગયા હતા. જેમકે તેઓને તેમના જીવનનું કોઈ લક્ષ્યની પ્રાપ્તિ થઈ હોય.ભગવાન શ્રીરામ અને માતા શબરીનું મિલન એ સમગ્ર વિશ્વ માટે કલ્યાણકારી ક્ષણ છે.ભક્તોનાં દ્વારે ભગવાનનું આવવું એ આપણા નિષ્કામ ભક્તિનું ફળ છે. તેમજ ધાર્મિક અને ભક્તિ શક્તિનું પ્રામાણિક પ્રતીક પણ છે. પ્રભુ શ્રીરામે શ્રદ્ધા પુર્વક માતા શબરીના એઠા બોર અત્યંત પ્રેમ પૂર્વક ખાધા અને માં શબરીની ખુબ જ પ્રશંસા કરી હતી.ત્યારે આ પ્રસંગે ભગવાન શ્રીરામ આગમન યાત્રા 13 મી જાન્યુઆરીની રાત્રે શબરીધામ સુબિરનાં પંપા સરોવર ખાતે નિવાસ તેમજ ભજન અને જાગરણનો કાર્યક્રમ યોજાનાર છે.ત્યારે શબરી માતાના કુળમાં જન્મ લિધેલા તમામ હિન્દુ બાંધવોએ મોટી સંખ્યામાં સહ પરિવાર સાથે સહભાગી થાય અને  પવીત્ર શબરીધામ ખાતે પધારી પ્રભુ શ્રીરામ અને માં શબરીના મિલનનાં પ્રત્યક્ષ સાક્ષી બનવા માટે શ્રી શબરીમાતા સેવા સમિતિ શબરીધામના પ્રમુખ ડો. ચિંતુભાઈ ચૌધરીએ જાહેર આમંત્રણ પાઠવ્યું છે.

Back to top button
error: Content is protected !!