
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-વાંસદા/ડાંગ
વલસાડ ડિસ્ટ્રિક્ટ સેન્ટર કો ઓપરેટિવ બેન્કનાં ડીરેક્ટરની ચુંટણી અગામી દિવસોમાં યોજાનાર હતી.જેમાં ડીરેકટર પદ માટે માજી ધારાસભ્ય મંગળભાઈ ગાવિતે ઉમેદવારી નોંધાવી હતી અને સામે પક્ષે ડાંગ પ્રદેશ મંડળીનાં પ્રમુખ ચીનુભાઈ ભોયે એ ઉમેદવારી નોંધાવી હતી.જેમણે મંગળભાઈ ગાવિતને ટેકો જાહેર કરીને પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેચી લેતા મંગળભાઈ ગાવિત ડીરેકટર તરીકે બીનહરીફ ચુંટાઈ આવ્યા હતા.છેલ્લા 15 વર્ષથી સહકારી પ્રવૃતીમાં સેવાઓ આપતા મંગળભાઈ ગાવિતની ડીરેકટર તરીકે વરણી થતા સહકારી બેન્કનાં સભાસદો અને ટેકેદારોએ પુષ્પ ગુચ્છ આપી શુભેચ્છા પાઠવી હતી.અને બીજી વાર વલસાડ જિલ્લા સહકારી બેંકનાં ડીરેકટરની વરણી થવા બદલ અભિનંદન પાઠવ્યા હતા..




