દબાણકારોમાં ફફડાટ:ભરૂચ નગપાલિકાની દ્વારા દબાણ હટાવવાની કામગીરી શરૂ કરાઈ


સમીર પટેલ, ભરૂચ
ભરૂચ શહેરના મુખ્યમાર્ગો પર ગેરકાયદે દબાણો તથા આડેધડ પાર્ક કરવામાં આવતાં વાહનોને કારણે ઉભી થતી ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે ભરૂચ નગરપાલિકા દ્વારા પોલીસ બંદબસ્તના સાથે દબાણ હટાવો ઝૂંબેશ હાથ ધરાઈ છે.જેના કારણે લારી-ગલ્લા ચાલકોમાં દોડધામ મચી હતી.
ઔદ્યોગિક ક્ષેત્રમાં હરણફાળ ભરી રહેલાં ભરૂચ જિલ્લામાં વાહનોની સંખ્યામાં વધારો થઇ રહયો છે.શહેરના માર્ગો પર આડેધડ રીતે પાર્ક કરી દેવાતાં વાહનો તથા લારી-ગલ્લાઓને કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. શહેરના માર્ગ સાંકડો બની જતાં છાશવારે ટ્રાફિકજામ થઇ જાય છે. શહેરમાં વિકટ બનેલી ટ્રાફિકજામની સમસ્યાને હળવી બનાવવા માટે ભરૂચ નગરાલિકા દ્વારા દબાણ હટાવો ઝૂંબેશ શરૂ કરાઇ છે.જેના આજે પ્રથમ દિવસે ગીતા પાર્ક સોસયટીના માર્ગ તરફ જવાના માર્ગ પરના દબાણો હટાવવામાં આવ્યા હતા. ટ્રેક્ટર અને ટેમ્પો સાથે આવેલી દબાણની ટીમોને દબાણ કારોમાં પોતાના લારી ગલ્લાઓ હટાવવા માટે દોડધામ મચી ગઇ હતી.પાલિકાના અધિકારીઓ પાસેથી મળતી માહિતી મુજબ આજે શક્તિનાથથી ભૃગુ બ્રિજ સુધીના ગેકાયદેસર દબાણો હટાવવાની કામગીરી કરવામાં આવનાર છે.




