
તા.
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ તાલુકાના ખરોડ બાયપાસ હાઇવે પર બાઈક અને કાર વચ્ચે અકસ્માત બાઇક પર સવાર રાબડાળ ગામના ઇસમનુ મોત ગ્રામ્ય પોલીસે કાર્યવાહી હાથ ધરી
આજરોજ તા.૦૮.૦૧.૨૦૨૫ ના બુધવાર ૯.૦૦ કલાકની આસપાસ મળતી માહિતી અનુસાર વાત કરીયેતો અમદાવાદ ઇન્દોર હાઇવે ખરોડ ગામ નજીક ખરોડ બાયપાસ પર ફોર વ્હિલ ગાડી અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો જેમાં નશામાં ધુત ફોર વ્હિલ ચાલકએ દાહોદ તરફ પોતાના કબ્જાની બાઈક લઈ રોહિતભાઈ મંગલાભાઈ મોહનીયા જે એમના ઘરે રાબડાળ ગામ તરફ જઈ રહ્યા હતા તે દરમિયાન રોહિતભાઈ મંગલાભાઈ મોહનિયા ની મોટર સાઇકલ ને નશામાં ધુત ફોર વ્હિલ ચાલકએ તેમની બાઇકને જોષ ભેર ટક્કર મારતા બાઇક પર સવાર રોહિતભાઈ મોટર સાઇકલ લઈ રોડ પર ફગોળાતા તેઓને શરીરે ગંભીર ઈજાઓના પગલે ઘટના સ્થળેજ મોત નીપજ્યાનું જાણવા મળેલ છે અકસ્માત તથા આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા અને નસામાં ધુત ફોર વ્હિલ ચાલકને પકડી પડ્યો અકસ્માતની જાણ તથા દોડી આવેલ ગ્રામ્ય પોલીસને સોંપી.અકસ્માતમાં મૃત્યુ પામેલ રોહિતભાઈ મોહનિયાની લાશને પોસ્ટ મોર્ટમં અર્થે ખસેડી ગ્રામ્ય પોલીસે અકસ્માત મોતના કાગળો કરી વધુ પૂછ તાજ હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે



