Rajkot: ખેલ મહાકુંભ ૩.૦ : રાજકોટ જિલ્લા કક્ષાની ૪૦ અને ૬૦ પ્લસ કેટેગરીમાં બેડમિન્ટન સ્પર્ધા પૂર્ણ

તા.૯/૧/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: રાજકોટ ખાતે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે ગત તા. ૪ જાન્યુઆરીના રોજ ખેલ મહાકુંભને ખુલ્લો મુક્યો હતો. ત્યારબાદ ઝોન અને જિલ્લા કક્ષાની વિવિધ સપર્ધાઓ રાજકોટ ખાતે યોજાઈ રહી છે. જેમાં ગઈ કાલે જિલ્લા કક્ષાની બેડમિન્ટન સ્પર્ધા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, રાજકોટ ખાતે યોજવામાં આવી હતી. જેમાં ૪૦ વર્ષથી ઉપરના ભાઈઓ, બહેનો અને ૬૦ વર્ષથી ઉપરના ભાઈઓએ ભાગ લીધેલ હતો.
સ્પર્ધાના અંતે ૪૦ વર્ષથી ઉપર ભાઈઓ સિંગલ્સમાં પ્રથમ સ્થાને તુષારભાઈ પાથર, દ્વિતીય વિમલભાઈ વેકરીયા, તૃતીય અમરસંગ પરમાર જ્યારે બહેનોમાં ભાવના વચાની, અન્નપૂર્ણાબા ઝાલા, સુધા જોશી વિજેતા જાહેર થયેલા. ૪૦ વર્ષથી ઉપરની ડબલ્સમાં દોલતસિંહ ડોડીયા ઈકબાલ હુસેન કાદરી પ્રથમ જ્યારે ભાવિન પરમાર તુષાર પાથર બીજો તેમજ વિમલ વેકરીયા અમરસંગ પરમાર તૃતીય સ્થાને આવેલા છે. જ્યારે ૬૦ વર્ષથી ઉપરની ભાઈઓની બેડમિન્ટન સ્પર્ધામાં રમણીકભાઈ પાનસરા પ્રથમ, નારણભાઈ પરમાર દ્વિતીય તેમજ ભીખાભાઈ સોલંકી તૃતિય સ્થાને વિજેતા જાહેર થયેલા હોવાનું જિલ્લા રમતગમત વિભાગની યાદીમાં જણાવ્યું છે.




