GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBi:મોરબીના રાજપર આંગણવાડી સેજામાં પોષણ ઉત્સવ અંતર્ગત પૌષ્ટિક વાનગી સ્પર્ધા યોજાઈ

 

MORBi:મોરબીના રાજપર આંગણવાડી સેજામાં પોષણ ઉત્સવ અંતર્ગત પૌષ્ટિક વાનગી સ્પર્ધા યોજાઈ સેજો રાજપરમાં આવતી આંગણવાડીની બહેનો દ્વારા પૌષ્ટિક વાનગી સ્પર્ધા શકત શનાળા આંગણવાડી કેન્દ્ર ખાતે યોજવામાં આવી હતી.

 

 

આ કાર્યક્રમમાં શકત શનાળા ગ્રામ પંચાયતના સરપંચ સોનલબેન પ્રફુલભાઈ બાવરવા , ઉપસરપંચ ધર્મેન્દ્રસિંહ કરણુભા ઝાલા , શકત શનાળા પ્લોટ શાળાના આચાર્ય હર્ષદભાઈ મારવણીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોનું કુમકુમ તિલક કરી , આરતી ઉતારી સ્વાગત કરવામાં આવ્યું.ત્યારબાદ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને વિધિવત ખુલ્લો મુકવામાં આવ્યો.કાર્યક્રમ અંતર્ગત કૃપાબેન , અંજનીબેન અને સંગીતાબેને પોતાના પ્રતિભાવ આપી સરકાર નો આભાર વ્યક્ત કર્યો.ત્યારબાદ બહેનો દ્વારા બનાવવામાં આવેલ વાનગીઓ મહેમાનો દ્વારા ચાખી પ્રથમ , દ્વિતીય અને તૃતીય નંબર આપવામાં આવ્યા.


કાર્યક્રમના અંતમાં પ્લોટ શાળાના આચાર્ય હર્ષદભાઈ મારવણીયા દ્વારા ટેક હોમ રાશન અને મિલેટમાંથી બનાવેલ વિવિધ વાનગી વિશે રસપ્રદ વાતો કરવામાં આવી અને ભાગ લેનાર તમામ બહેનોને અભિનંદન પાઠવી પોતાના તરફથી પ્રોત્સાહક ભેટ સ્વરૂપે રોકડ પુરસ્કાર આપવામાં આવ્યો તથા વિભાગ દ્વારા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા.
કાર્યક્રમના અંતમાં રાજપર સેજાના સુપરવાઈઝર જાહન્વીબા ઝાલાએ ઉપસ્થિત તમામનો આભાર માન્યો હતો અને અંતમાં કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું.

Back to top button
error: Content is protected !!