હાલોલની વી.એમ.સ્કૂલ ખાતે આગામી ઉતરાયણ પર્વ તેમજ સાયબર ક્રાઇમ અંગે હાલોલ ટાઉન પોલીસ દ્વારા જાગૃતિ કાર્યક્રમ યોજાયો

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૧૦.૧.૨૯૨૪
આગામી ત્યોહાર ઉતરાયણ પર્વને તેમજ સાયબર ક્રાઇમ,નવા કાયદા અને NDPS જન જાગૃતિ અંગે હાલોલ નગરના ગોધરા રોડ પર આવેલ એમ.વી. આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ તથા વી.એમ.સ્કૂલમાં હાલોલ ટાઉન પોલીસ મથકના પીએસઆઈ આર.વી.આમલીયાર ની ઉપસ્થિતીમાં શાળાના આચાર્ય શિક્ષકો વિધાર્થીઓને સાથે રાખી જન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો જેમાં આગામી સમયમાં આવનાર ઉતરાયણ પર્વને લઇને ગેરકાયદેસર ચાઇનીઝ દોરી તેમજ તુક્કલ નો ઉપયોગ નહીં કરવા તેમજ તેનું કોઈ વેચાણ કરે તો પોલીસને જાણ કરવી તેવી વિવિધ ચર્ચા વિચારણાઓ કરી તમામ વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા જ્યારે ઉતરાયણ પર્વની ઉજવણી કરવામાં આવે ત્યારે ચાઈનીઝ દોરીનો ઉપયોગ ન કરવો અને બાઇક ચલાવનાર તેમજ બાઇક પર અવર જવર કરતા હોય તો ગળા ના ભાગે મફલર કે પછી કોઈ સેફ્ટી રાખવી તેવી અનેક પ્રકારની માહિતી આપવામાં આવી હતી જ્યારે સાયબર ક્રાઇમ,નવા કાયદા અને NDPS ના જન જાગૃતિ અંગે પોલીસ દ્વારા વિધાર્થીઓને માહિતગાર કર્યા હતા આ પ્રસંગે હાલોલ ટાઉન પોલીસ મથકના પીએસઆઈ આર.વી.આમલીયાર,પોલીસ કર્મચારી રાજેશભાઈ,મહેશભાઇ,પ્રકાશભાઈ સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
















