AHAVADANGGUJARAT

Dang: તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત કુલ રૂ.૧.૬૦ લાખથી વધુનો મુદ્દામાલ મુળ માલિકોને પરત કરતી ડાંગ પોલીસ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-વાંસદા/ડાંગ

ડાંગ જિલ્લા પોલીસની પ્રશંસનીય કામગીરી; પોતાની ખોવાયેલી વસ્તુઓ પરત મળતા ફરિયાદીઓએ રાજીપો વ્યક્ત કર્યો
ડાંગ જિલ્લા પોલીસ દ્વારા વિવિધ ગુનાઓ, તથા મળેલી અરજી/ફરિયાદો અંતર્ગત કાયદેસરની કાર્યવાહી હાથ ધરી, વિવિધ ચીજ વસ્તુઓ તથા મુદ્દામાલ મુળમાલિકોને ત્વરિત પરત મળી રહે તે હેતુથી ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ડાંગ જિલ્લા પોલીસ વડા યશપાલ જગાણીયાની અધ્યક્ષતા, અને નાયબ પોલીસ અધિક્ષક આગેવાની હેઠળ આહવા ખાતે ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ. દરમિયાન જિલ્લાના અરજદારો દ્વારા પોલીસ સ્ટેશનમાં કરાયેલી અલગ અલગ પ્રકારની અરજી/ફરિયાદો પૈકી મોબાઈલ ખોવાઈ જવા બાબતની અરજીઓમાં, જિલ્લાની એલ.સી.બી.શાખા દ્વારા C.E.I.R. (Central Equipment Identity Register) પોર્ટલમાં રજીસ્ટ્રેશન કરી, બીટ ઇન્ચાર્જ તથા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચના ટેકનીકલ સ્ટાફ સાથે સંકલનમાં રહી, હ્યુમન અને ટેકનીકલ સોર્સથી તપાસ કરી/કરાવી, આહવા પો.સ્ટે.ના-૦૫, વઘઈ પો.સ્ટે.ના-૦૩ તથા સુબીર પો.સ્ટે.ના-૦૨ કુલ નં ૧૦ નંગ મોબાઈલ કે જેની કિમત રૂ. ૧,૬૦,૪૯૯/- ના મોબાઇલ ફોન અરજદારોને પરત કર્યા હતા. નાગરિકોને પોતાની વસ્તુઓ પરત મળતા રાજીપો વ્યકત કરી પોલીસની આ પ્રશંસનીય કામગીરીને બિરદાવી હતી. આ પ્રસંગે લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ સબ ઇન્સ્પેકટર કે.જે.નિરંજન, લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા સાયબર ક્રાઈમ આહવાનો સ્ટાફ સહિત નાગરીકો ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!