SABARKANTHA
ખેલ મહાકુંભ ની મુલાકાત લેતા ચીફકમિશનર અતુલભાઇ દીક્ષિત

અહેવાલ:- પ્રતીક ભોઈ
ખેલ મહાકુંભ ની મુલાકાત લેતા ચીફકમિશનર અતુલભાઇ દીક્ષિત
સાબરકાંઠા જિલ્લાના અંતરિયાળ વનવાસી વિસ્તારમાં પોશીના તાલુકા કક્ષાના લાંબડીયા હાઈ સ્કૂલમાં ચાલી રહેલ ખેલ મહાકુંભમાં સ્કાઉટ ગાઈડ ચીફ કમિશ્નર આદરણીય અતુલ દીક્ષિત સાહેબ, જિલ્લા ભાજપ મહામંત્રી લુકેશભાઈ સોલંકી,તાલુકા ભાજપ પ્રમુખ કલ્પેશભાઈ પારગી , જિલ્લા રેંજર કમિશનર સોનલબેન ડામોર ,કબ બુલબુલ કમિશનર દક્ષાબેન જોશી દ્વારા મુલાકાત લઈ ખેલાડીઓને પ્રોત્સાહિત કરી આગળ વધવા શુભેચ્છા સાથે તેમની રમતને નિહાળી હતી.તાલુકા કક્ષાના કનવીનર જયદીપસિંહ દ્વારા ઉત્તમ આયોજન કરવામાં આવ્યું હતું.


