
ઉમલ્લા કન્યા શાળા ખાતે બાળ અધિકારો વિશે જાગૃતિ કાર્યક્રમ યોજાયો.
ઝઘડીયા તાલુકાના બામલ્લા સ્થિત સેન્ચ્યુરી એન્કા લિમિટેડ યુનિટ- રાજશ્રી પોલિફિલ કંપની દ્વારા ઉમલ્લા કન્યા શાળા ખાતે બાળ જાતિય શોષણ બાળ મજૂરી, બાળ લગ્ન અટકાવતો જાગૃતિનો કાર્યક્રમ યોજાયો સેન્ચ્યુરી એન્કા લિમિટેડ દ્વારા ઉમલ્લા કન્યા શાળા ખાતે બાળ જાતિય શોષણ, બાળ મજૂરી, બાળ લગ્ન અટકાવા વગેરે વિષયો અંગે બાળકોમાં જાગૃતિ આવે એ ઉદ્દેશથી જાગૃતિના સેશન કરી,માહિતી પત્રિકાનું વિતરણ કરી કાર્યક્રમ કરવામાં આવ્યું હતો કુલ 180 થી વધુ બાળકોઓએ જાગૃતિના કાર્યક્રમ માં ભાગ લઇ બાળ જાતિય શોષણ, બાળ મજૂરી, બાળ લગ્ન અટકાવા વિષયોથી માહિતગાર કરવામાં આવ્યા હતા.
ઈરફાનખત્રી
રાજપારડી



