
વિજાપુર પોલીસે જીઇબી ફાટક પાસે ત્રણ ચાઇના દોરી ના રીલ સાથે યુવકને ઝડપી જાહેરનામા ભંગની ફરીયાદ નોંધાઈ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકા ચાઇના ના દોરીનો તુક્કલ ના વેચાણ સામે પ્રતિબંધ મૂકવા મા આવ્યો છે. ત્યારે પોલીસે પેટ્રોલીંગ દરમિયાન બાતમી ના આધારે એક યુવકને ચાઇના દોરીના ત્રણ રીલ સાથે ઝડપી જાહેરનામાના ભંગનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ અંગે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ. બી. ગોસ્વામી પોતાના પોલીસ સ્ટાફ સાથે સવારે ૧૦ કલાકે પેટ્રોલીંગ મા હતા. તે સમયે પોલીસ કોન્સ્ટેબલ સંજય ભાઈ બબા ભાઈને ખાનગી મા બાતમી મળી હતી કે જીઇબી રેલ્વે ફાટક નજીક અરુણ ભાઈ દેવીપૂજક નામનો યુવક કપડાં ની થેલી મા ચાઇના દોરીના ત્રણ રીલ સાથે વેચાણ કરતા હોવાની બાતમી મળતા પોલીસે સ્થળ ઉપર તપાસ કરતા અરુણ ભાઈ દેવીપૂજક પાસેથી ચાઇના દોરીના ત્રણ રીલ રૂપિયા ૧૮૦૦/- નો મુદ્દામાલ મળી આવ્યો હતો પોલીસે યુવકની અટકાયત કરી જાહેરનામા ભંગ અંતર્ગત ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જોકે એક માહિતી મુજબ હજુ પણ ઘણી જગ્યાએ ચાઇના દોરીના વેપાર થતો હોવાની લોક મુખે ચર્ચાઈ રહ્યુ છે.



