AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લાનાં પંપા સરોવર ખાતે નાથ દલીયા નવનાથ મઠનાં અધ્યક્ષ સ્થાને શ્રીરામ આગમન યાત્રા મહોત્સવ યોજાશે..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

ડાંગ જિલ્લાની શબરીમાતા સેવા સમિતિ શબરીધામ દ્વારા શ્રીરામ આગમન યાત્રા મહોત્સવનું 13મી જાન્યુઆરીનાં રોજ આયોજન કરેલ  છે.ભગવાન શ્રીરામ અને માતા શબરીનાં મિલનની ઘટનાનું ભારતીય સંસ્કૃતિ અને સનાતન ધર્મમાં આગવું મહત્વ છે. આ ક્ષણ એક ભક્તની તેના પ્રભુ પ્રત્યેની અતૂટ શ્રદ્ધા અને ભક્તિનું એક પ્રતિક છે. પ્રભુ શ્રીરામ અને માતા શબરીનુ મિલન આ રામયણ કાળની ઘટના એ હજારો વર્ષોથી આધ્યાત્મિક ભક્તિનું પ્રામાણિક ઉદાહરણ છે. ત્યારે આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને ૫.પૂ. બાલયોગી પીર ગણેશનાથજી નાથ દલીચા નવનાથ મઠ, ત્ર્યંબકેશ્વર નાશિક,પ્રમુખ અતિથિ તરીકે  ડૉ. કુબેરભાઈ મનસુખભાઈ ડીંડોર કેબિનેટ મંત્રી, આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ) ,વિશેષ અતિથિ તરીકે કુંવરજીભાઈ નરસિંહભાઈ હળપતિ (રાજ્યકક્ષા મંત્રી-આદિજાતિ વિકાસ શ્રમ અને રોજગાર ગ્રામ વિકાસ પ્રભારી મંત્રી, ડાંગ જિલ્લો), ધવલભાઈ પટેલ(માન. સાંસદ વલસાડ-ડાંગ અને નાયબ મુખ્ય દંડક લોકસભા), વિજયભાઈ આર. પટેલ (માન. ધારાસભ્ય ડાંગ અને નાયબ મુખ્ય દંડક, ગુજરાત વિધાનસભા)  નરેશભાઈ મગનભાઈ પટેલ ( પૂર્વ કેબિનેટ મંત્રી), નિર્મળાબેન એસ. ગાઈન ( પ્રમુખ જિલ્લા પંચાયત)  હાજરી આપશે.તેમજ 14 મી ના રોજ સવારે 8 વાગે શ્રીરામ અને લક્ષ્મણની પંપા સરોવરથી શબરીધામ પદયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે. ત્યારે શબરી માતાના કુળમાં જન્મ લિધેલા તમામ હિન્દુ બાંધવોએ મોટી સંખ્યામાં સહ પરિવાર સાથે સહભાગી થાય અને  પવીત્ર શબરીધામ ખાતે પધારી પ્રભુ શ્રીરામ અને માં શબરીના મિલનનાં પ્રત્યક્ષ સાક્ષી બનવા માટે શબરીમાતા સેવા સમિતિ શબરીધામના અધ્યક્ષ ડો. ચિંતુભાઈ ચૌધરીએ જાહેર આમંત્રણ પાઠવ્યું છે..

Back to top button
error: Content is protected !!