
તા.૧૧.૦૧.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ તાલુકાની એમ.એસ.ડબલ્યુ. કૉલેજ દ્વારા ટ્રાફિક અવેરનેસ અને યુવા દિવસની ઉજવણી
ગોપાલભાઈ પી. ધાનકા એમ.એસ.ડબલ્યુ. કૉલેજ દ્વારા ટ્રાફિક અવેરનેસ અને યુવા દિવસની ઉજવણી
આજરોજ તા.૧૧.૦૧.૨૦૨૫ ના ૧૨.૦૦ કલાકે ગોપાલભાઈ પી. ધાનકા એમ.એસ.ડબલ્યુ. કૉલેજ દ્વારા ટ્રાફિક અવેરનેસ અને યુવા દિવસની ઉજવણી કરવામાં આવી. જેમાં દાહોદ જિલ્લા માંથી પી.આઈ. કનારા સાહેબ, પી.એસ.આઈ. રામદેવસિંહ ઝાલા સાહેબ અને જિલ્લા ટ્રાફિક પી.એસ.આઈ. ઘાઘરેટિયા સાહેબ, એ.એસ.આઈ. સાવિત્રીબેન ડિંડોડ સાથે વિવિધ હોદ્દા ધરાવતા પોલીસ કર્મચારી ભાઈઓ અને બહેનો પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા. સૌ પ્રથમ કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી. ત્યારબાદ આવેલ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કૉલેજના આચાર્ય ડૉ. રાજુભાઇ ભૂરીયા સાહેબ દ્વારા કરવામાં આવ્યું. પી.એસ. આઈ. રામદેવસિંહ ઝાલા સાહેબ દ્વારા વિધાર્થીઓને ટ્રાફિક અવેરનેસ વિશે અને સાયબર ક્રાઇમ વિશે ઊંડાણપૂર્ણ માહિતી આપવામાં આવી. પી.વી. કનારા સાહેબ દ્વારા વિધાર્થીઓને ટ્રાફિકના નિયમો વિશે માહિતગાર કરી અને પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી અંતે યુવા દિવસ નિમિત્તે કૉલેજના આચાર્ય દ્વારા યુવા દિનનું મહત્ત્વ સમજાવવામાંઆવ્યું. કાર્યક્રમની આભારવિધિ કૉલેજના અધ્યાપક



