સંજેલી શ્રી શ્રધ્ધા વિદ્યાલય ખાતે ઉતરાયણ પર્વની ઉજવણી કરવામાં આવી
AJAY SANSIJanuary 11, 2025Last Updated: January 11, 2025
2 Less than a minute
તા.૧૧.૦૧.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Sanjeli:સંજેલી શ્રી શ્રધ્ધા વિદ્યાલય ખાતે ઉતરાયણ પર્વની ઉજવણી કરવામાં આવી
સંજેલી તાલુકામાં આવેલ યુગ શક્તિ ગાયત્રી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી શ્રધ્ધા વિદ્યાલય ખાતે ઉતરાયણ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાળામાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને પતંગો અને ચીક્કીનું વિતરણ કરવામાં આવ્યું હતું. શાળાના આચાર્ય દિલીપકુમાર એચ. મકવાણાએ ઉતરાયણ પર્વનું મહત્વ સમજાવ્યું હતું સાથે સાથે શાળાના શિક્ષક શ્રી અશ્વિનભાઈ સંગાડા દ્વારા પતંગ ચગાવતી વખતે શું શું કાળજી રાખવી જોઈએ તેમજ ચાઇનીઝ દોરોનો ઉપયોગ ન કરવો જોઇએ તેવી પ્રતિજ્ઞા લેવડાવી હતી. પક્ષીઓને નુકશાન ન થાય તેવી રીતે અને તેવા સમયે પતંગો ચગાવવી એવી માહિતી આપી હતી. શાળાના વિદ્યાર્થીઓ તેમજ સ્ટાફ દ્વારા પતંગોત્સવની હર્ષ સાથે ઉજવણી કરી હતી.
Sorry, there was a YouTube error.
AJAY SANSIJanuary 11, 2025Last Updated: January 11, 2025