Rajkot: ખેલ મહાકુંભ ૩.૦: રાજકોટ શહેર કક્ષાની સ્કેટિંગ સ્પર્ધા પૂર્ણ
તા.૧૧/૧/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અંડર- ૧૧, અંડર- ૧૪ અંડર- ૧૭ અને અબોવ ૧૭ બહેનોની સ્પર્ધાઓ યોજાઈ
Rajkot: રમતગમત ક્ષેત્રે ગુજરાત રાજ્ય અગ્રેસર રહે તે માટે રાજ્ય સરકારશ્રી દ્વારા ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે. ખેલ મહાકુંભના માધ્યમથી રમતવીરોને પોતાના કૌશલ્યને પ્રદર્શિત કરવાની તક મળે છે. રાજકોટ ખાતેના ખેલ મહાકુંભમાં વિવિધ સ્પર્ધાઓ યોજાઈ રહી છે. જેમાં શહેર કક્ષાની અંડર- ૧૧, અંડર- ૧૪ અંડર- ૧૭ અને અબોવ ૧૭ બહેનોની કવાડ અને ઈનલાઈન ૫૦૦ મીટર અને ૧૦૦૦ મીટરની સ્કેટિંગ સ્પર્ધાઓ યોજાઈ હતી.
આ સ્કેટિંગ સ્પર્ધામાં અંડર-૧૧ કવાડ બહેનોની ૫૦૦ મીટર અને ૧૦૦૦ મીટરની સ્પર્ધામાં અનુક્રમે ૪ અને ૪ બહેનો વિજેતા બની છે જેમાંથી રાજ્યકક્ષાએ શ્રી વ્યાના ફળદુ, શ્રી ધ્રેયા ભારડીયા, શ્રી ભાગ્યશ્રી જાડેજા અને શ્રી સ્વરા સોલંકીની પસંદગી પામ્યા છે. ઇનલાઇન અંડર-૧૧ બહેનોની ૫૦૦ મીટર અને ૧૦૦૦ મીટરની સ્પર્ધામાં અનુક્રમે ૪ અને ૪ બહેનો વિજેતા બની છે. જેમની રાજ્યકક્ષાએ શ્રી એશ્વર્યા પાંડે, શ્રી હેપી વાડોલીયા, શ્રી પુષ્ટિ ચૌહાણ, શ્રી ધ્યાના આખીયાણી પસંદગી પામ્યા છે.
અંડર-૧૪ કવાડ બહેનોની ૫૦૦ મીટર અને ૧૦૦૦ મીટરની સ્પર્ધામાં અનુક્રમે ૪ અને ૪ બહેનો વિજેતા બની છે, જેમાંથી રાજ્યકક્ષાએ શ્રી યશવી અશર, શ્રી હેઝલ પરમાર, શ્રી દીયાંશી દોશી, શ્રી જેનીતા પરમાર પસંદગી પામ્યા છે. અંડર-૧૧ ઇનલાઇન બહેનોની ૫૦૦ મીટર અને ૧૦૦૦ મીટરની સ્પર્ધામાં અનુક્રમે ૪ અને ૪ બહેનો વિજેતા બની છે, જેમાંથી રાજ્યકક્ષાએ શ્રી માહી પટેલ, શ્રી આરાધ્યા ઠાકુર, શ્રી જહંસી વાછાણી અને શ્રી તનીષા શાહ પસંદગી પામ્યા છે.
અંડર-૧૭ કવાડ બહેનોની ૫૦૦ મીટર અને ૧૦૦૦ મીટરની સ્પર્ધામાં અનુક્રમે ત્રણ અને ત્રણ બહેનો વિજેતા બની છે, જેમાંથી રાજ્યકક્ષાએ શ્રી દેવાંશી જોશી, શ્રી સ્વરા અજમેરા, શ્રી અક્ષી વોરા પસંદગી પામ્યા છે. અંડર-૧૭ ઇનલાઇન બહેનોની ૫૦૦ મીટર સ્પર્ધામાં શ્રી નીર સોરઠીયા વિજેતા બન્યા છે જે રાજ્યકક્ષાએ પસંદગી પામ્યા છે.
અબોવ ૧૭ કવાડ બહેનોની ૫૦૦ મીટર અને ૧૦૦૦ મીટરની સ્પર્ધામાં અનુક્રમે એક અને બે બહેનો વિજેતા બની છે, જેમાંથી રાજ્યકક્ષાએ શ્રી જાનકી પંડ્યા અને શ્રી સ્નેહા બોરીચા પસંદગી પામ્યા છે. અંડર-૧૭ ઇનલાઇન બહેનોની ૫૦૦ મીટર અને ૧૦૦૦ મીટર સ્પર્ધામાં એમ બંને સ્પર્ધામાં શ્રી વિશ્વા જાવિયા અને શ્રી માનસી બુધ્ધદેવ વિજેતા બન્યા છે જે રાજ્યકક્ષાએ પસંદગી પામ્યા છે.