
નરેશપરમાર. કરજણ,
કરજણ તાલુકાની લીલોડ સરકારી માધ્યમિક શાળા એ ખેલ મહાકુંભમાં શાળા નું નામ રોશન કર્યું હતું
ખેલ મહાકુંભ 3.0 અંતર્ગત ખો ખો રમતમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યું હતું
ગુજરાત સરકાર વિદ્યાર્થીઓની શારીરિક ક્ષમતા ઉપર પણ વધુ ભાર મૂકે છે ત્યારે ચાલુ વર્ષે 2024- 25માં ખેલ મહાકુંભ નું આયોજન કરવામાં આવેલ હતું જેમાં સરકારી માધ્યમિક શાળા લીલોડ માંથી શાળાના કોચ તરીકે શ્રી હસમુખભાઈ ડુલેરા દ્વારા સઘન પ્રયાસો થકી વિદ્યાર્થીઓની ખોખો ટીમ તૈયાર કરવામાં આવેલ હતી જેમાં કરજણ તાલુકા કક્ષાના ખેલ મહાકુંભ ખોખોની રમતમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરેલ છે એ બદલ માર્ગદર્શક શિક્ષક શ્રી તેમજ સમગ્ર ખોખો ની ટીમ ને શાળા પરિવાર વતી તથા શાળાના આચાર્યશ્રી પરમાર સાહેબ દ્વારા આશિષ પાઠવવામાં આવે છે અને આગળ જિલ્લા કક્ષાએ પણ તાલુકા નું પ્રતિનિધિત્વ કરશે અને ઉત્કૃષ્ટ દેખાવ કરે તે બદલ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવે છે.




