નવસારી જિલ્લાના નાંદરખા અને સુરખાઈ ના ગેરકાયદેસર બાંધકામ ની આકારણી રદ કરવામાં ગ્રામ પંચાયત ને રસ નથી કે કેમ?

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
J.S.D:2 અને S&D નામક બિલ્ડીંગો ગેરકાયદેસર હોવાની લેખિત ફરિયાદો બાદ પણ કાયદેસર ના પગલાં લેવામાં તંત્ર ની ઉદાસીન નીતિ.
નવસારી જિલ્લાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં બિલ્ડરો દ્ધારા નવ નવા પ્રોજેક્ટ મુકી બાંધકામો કરવામાં આવી રહ્યા છે.ત્યારે જિલ્લામાં ગેરકાયદેસર બાંધકામો નો પણ રાફડો ફાટી નીકળ્યો છે.ત્યારે જિલ્લામાં J.S.D નામક કોઈ એક ગ્રુપ દ્ધારા ઠેક ઠેકાણે ગેરકાયદેસર બાંધકામો કરી દીધા છે.જેને પગલે ભોળી ભાળી જનતા ના લાખો રૂપિયા ની દુકાનો આ ગ્રુપ પાસે થી ખરીદી હાલ તો ફસી ગયા હોવાની વાતો આખા જિલ્લામાં ચર્ચાનો વિષય બની ગયો છે.ત્યારે ગણદેવીના નાંદરખા ખાતે આવેલ બ્લોક નંબર ૧૭૨૯ માં બનેલ S&D નામક શોપિંગ સેન્ટર રહેણાંક ના મકાનો બનાવવાની પરવાનગી ની સામે ગેરકાયદેસર રીતે દુકાનો બનાવી દેવામાં આવી છે.જ્યારે સુરખાઈ ખાતે બ્લોક નંબર ૨૮૭ વાળી જમીન પર રહેણાંક ના મકાનો બનાવવાની પરવાનગી હોય.ત્યારે અહીં J.S.D:2 નામક શોપિંગ સેન્ટર બનાવી દેવામાં આવ્યું છે.ત્યારે આ બાંધકામો કરનાર ગ્રુપના સભ્યો દ્ધારા લાખો કરોડો નો નફો નાના વેપારીઓ અને રોકાણકારો પાસે થી કમાવી લીધો અને ગેરકાયદેસર બાંધકામ વાળી દુકાનો પધરાવી દેવામાં આવી હોય.ત્યારે આ બંને ગ્રામ પંચાયત હવે આ દુકાનો ની આકારણી રદ કરવામાં કોની રાહ જોઈ રહી છે?ત્યારે સવાલ તો એ ઉદભવે છે કે આ ગેરકાયદેસર બાંધકામ કરનારાઓ ને આકારણી કયા નિયમો ને આધીન કરી આપવામાં આવી છે?ત્યારે આવનારા દિવસોમાં જોવું એ રહ્યું કે વહીવટી તંત્ર આ બાબત એ શું પગલાં લેશે.
બોક્ષ:૧
નાંદરખા ગામ ના સરપંચ એ જણાવ્યું કે અમે મકાન બનાવવાની પરવાનગી આપી હતી.જ્યારે હાલ તો દુકાનો છે. ત્યારે સવાલ એ ઉદભવે છે કે ગામ ના સરપંચ ને આ બાબત ધ્યાનમાં છે કે અહીં ગેરકાયદેસર રીતે દુકાનો બની ગઈ છે.તો સરપંચ સાહેબ અને ગ્રામ પંચાયત ના વહીવટ કર્તા ને આ દુકાનોની આકારણી રદ કરવામાં કોઈ અદ્રશ્ય શક્તિ રોકિ રહી છે.કે પછી ગાંધીછાપ ના જોરે સરપંચ સાહેબ કાયદેસર કાર્યવાહી કરવામાં રુકાવટ આવી રહી છે?
બોક્ષ:૨
સુરખાઈ ગ્રામ પંચાયત ના સરપંચ જોડે વાત ચીત કરતા જાણવા મળ્યું હતું કે આ બાંધકામ મારી અગાઉના સરપંચ ના કાર્યકાળમાં થયું હતું.જ્યારે હાલ તો મારા ધ્યાનમાં નથી કે આકારણી કઈ કરવામાં આવી છે.પણ કાલે તલાટી આવે એટલે જોઈ ને તમને માહિતી આપીશ.
બોક્ષ:૩
J.S.D નામક બિલ્ડર ગ્રુપ દ્ધારા જિલ્લામાં ઠેક ઠેકાણે ગેરકાયદેસર બાંધકામો કરવામાં આવ્યા.જ્યારે સરકારના ચોપડે મકાનો અને જાહરે જનતા ને ગેરકાયદેસર બાંધકામ વાળી દુકાનો પધરાવી દિધી આ બાબત ને ગંભીરતા પૂર્વક લઈને CBI તપાસ કરવામાં આવે તો મોટા રાજકારણી અને સરકારી અધિકારીઓ ની પણ સંડોવણી બહાર આવે એમ છે.ત્યારે આવનારા દિવસોમાં આ બાબત છેક ગાંધીનગર માં ગુંજે તો નવાઈ ની વાત નથી.




