GUJARATPANCHMAHALSHEHERA
*શહેરા તાલુકાની દલવાડા પ્રાથમિક શાળામાં શાળા પતંગોત્સવ ની ઉજવણી કરવામાં આવી

શહેરા:-
નિલેશભાઈ દરજી શહેરા
શહેરા તાલુકાના દલવાડા પ્રાથમિક શાળામાં શાળા પરિવાર દ્વારા વિદ્યાર્થીઓ ને સાથે રાખી પતંગ વિતરણ અને પતંગોત્સવ ઉજવવામાં આવ્યો જેમાં શાળાના બસ્સો થી વધારે વિદ્યાર્થીઓ ને આચાર્ય હર્ષદભાઈ અને શિક્ષકોના સહયોગ થી પતંગો નું વિતરણ કરવામાં આવ્યું અને ત્યાર બાદ શાળાના પટાંગણ માં પતંગ હરિફાઈ રાખવામાં આવી જેનાથી વિદ્યાર્થીઓ માં ખૂબ ઉત્સાહ જોવો મળ્યો ,શાળાના ઉત્સાહી શિક્ષક બાબુભાઈ પટેલ અને દિનેશભાઈ દ્વારા આજ રોજ મકરસંક્રાંતિ નું મહત્વ અને ઉત્તરાયણ પર રાખવાની કાળજી અને વિશેષ દાન નું મહત્વ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું અને વિદ્યાર્થી ઓ ને ઉત્તરાયણ પર્વની શુભકામનાઓ આપવામાં આવી .






