નરેશપરમાર. કરજણ,
કરજણ નેશનલ હાઈવે પર પોલીસ વાન સહિત 5 વાહનો એકબીજાને અથડાતા અકસ્માત સર્જાયો
કરજણ નેશનલ હાઈવે 48 પર એકસાથે 5 વાહનોનો અકસ્માત સર્જાયો હતો. ભરૂચથી વડોદરા તરફ જતા આઈસરે અકસ્માત સર્જ્યો બાદ પાછળ આવતા વાહનો અથડાઈ જવાથી આ ઘટના બની છે.
ભરૂચથી વડોદરા ટ્રેક ઉપર લાકોદરા ગામ પાસે ટોલનાકા નજીક એક આઇસર ટેમ્પોએ આગળ ચાલતી કારને ટક્કર મારતાં એક સાથે પાંચ વાહનો વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં કરજણ પોલીસ સ્ટેશનના ટ્રાફિક પોલીસ વાનને પણ અકસ્માત નડ્યો હતો. સદનસીબે એક સાથે પાંચ વાહનોના અકસ્માતમાં કોઈ જાનહાનિ કે ગંભીર ઇજાઓ થઈ
ન હતી. ભરૂચથી વડોદરા જતી ટ્રેક ઉપર નેશનલ હાઇવે 48 પર લાકોદરા ગામ પાસે ટોલનાકા નજીક ટેમ્પો ચાલકે પોતાનો ટેમ્પો ગફલતભરી રીતે હંકારીને આવતાં આગળ જતી કારને અથાડતાં તેની આગળની કાર સીધી કરજણ પોલીસ સ્ટેશનની ટ્રાફિક વાનમાં ભટકાઈ હતી. આથી ટ્રાફિક વાન આગળની કારમાં અથડાઈ હતી. આમ એક સાથે પાંચ વાહનો વચ્ચે અકસ્માત થયો હતો. જોકે અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાનિ કે કોઈને ઈજા થઈન હતી. અકસ્માતને લઈ કરજણ પોલીસ સ્ટેશનના પીઆઈ એ કે ભરવાડ તેમજ પોલીસ જવાનો અને કરજણ ટોલનાકાનો સ્ટાફ ઘટનાસ્થળે આવી ગયો હતો. અકસ્માતની ટ્રાફિક જામ થતાં તાત્કાલિક રોડ પરથી ક્રેન દ્વારા વાહનોને ખસેડી ટ્રાફિક ક્લીયર કરવામાં આવ્યો હતો.