BHARUCH

રાજપારડીમાં જુગાર રમતા 4 ઝડપાયા:ઋષિ નગર પાસે બાવળની ઝાડીમાંથી રૂ.17 હજારનો મુદ્દામાલ જપ્ત, એક આરોપી ફરાર

સમીર પટેલ, ભરૂચ

ભરૂચ જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે રાજપારડી વિસ્તારમાં મોટી કામગીરી કરી છે. પોલીસે ઋષિ નગર ફળિયા નજીક બાવળની ઝાડીમાં વરલી મટકાનો જુગાર રમતા ચાર શખ્સોને ઝડપી પાડ્યા છે. આરોપીઓ પાસેથી રોકડ રકમ અને મોબાઈલ સહિત કુલ રૂ.17,130નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
જિલ્લા એસપી મયુર ચાવડાએ આગામી ઉતરાયણને ધ્યાનમાં રાખીને દારૂ અને જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓ પર અંકુશ મૂકવા સૂચના આપી હતી. આ સૂચનાના પગલે LCB PSI ડી.એ.તુવરની ટીમે બાતમીના આધારે રેઈડ કરી હતી.
પોલીસે રાજેશ સોમાભાઇ વસાવા, મહેશ બચુભાઈ વસાવા, મનુ ભોલાભાઇ વસાવા અને ચંદ્રસંગ બચુભાઇ વસાવાને ઝડપી પાડ્યા છે. જ્યારે બાબુ વસાવા ઉર્ફે બાબુભાઇ શેઠ નામનો એક આરોપી ફરાર થઈ ગયો છે. પકડાયેલા તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રકમ, બે મોબાઈલ ફોન અને જુગાર રમવાના સાધનો કબજે કર્યા છે.

Back to top button
error: Content is protected !!