GUJARATHALOLPANCHMAHAL

હાલોલ કુમારશાળાને નેશનલ કક્ષાએ ભારતીય સાયન્સ ટેકનો.ફેસ્ટિવલ માં પ્રથમ ક્રમે વિજેતા બની ગોલ્ડ મેડલ મેળવ્યો સાથે ઇંટવાડી પ્રા.શાળાને પણ સ્પેશિલ કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ 

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૧૩.૧.૨૦૨૫

બુરાહનપુર (M.P) ના વિઝન એકેડમીમાં 5મો ભારતીય સાયન્સ ટેકનો ફેસ્ટિવલ તા.11 અને 12 જાન્યુઆરીના રોજ યોજાઈ ગયો જેમાં સમગ્ર દેશમાંથી 24 કરતા વધુ રાજ્યના વિદ્યાર્થીઓ એ ભાગ લીધો હતો.પ્રથમ દિવસે શરૂઆત તમામ રાજ્યની ફ્લેગ માર્ચથી થઇ હતી.જેમાં ગુજરાતની ટિમ હાલોલને ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવાની તક મળી હતી. આ સાયન્સ ફેસ્ટિવલમાં વિવિધ સ્પર્ધાઓ જેવી કે ઇનોવેટીવ સાયન્સ મોડેલ પ્રેઝન્ટેશન, સાયન્સ કવીઝ, સાયન્સ્ટિટ,રોલ પ્લે, ઈંનોવેટીવ ટીચિંગ મોડેલ પ્રેસન્ટેશન થઇ હતી.બન્ને દિવસે ભારતના ઈસરો,વિજ્ઞાન પ્રસાર તેમજ DSt ના જાણીતા વૈજ્ઞાનિકો પણ હાજર રહ્યા હતા.જેમના જ્ઞાનનો લાભ ઉપસ્થિત તમામ શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ ને મળ્યો હતો.વૈજ્ઞાનિકો ના લેક્ચર સાથે ઇન્ટર એક્ટિવ પણ યોજાયું હતું. આ સમગ્ર આયોજન મેકરો વિઝન એકેડમી માં થયું હતું.આ એકેડમીના સમગ્ર વિશ્વના સૌથી મોટા ઓડિટરીયમમાં કુમાર શાળાના વિજ્ઞાન શિક્ષક પ્રવીણભાઈ પરમારને ઈસરો,વિજ્ઞાન પ્રસાર તેમજ Dst ના વૈજ્ઞાનિકો હાજરી માં સ્પીચ આપવાની અને સાયન્સ એક્ટિવિટી રજૂ કરવાની તક મળી હતી.ટિમ હાલોલ માંથી કુમારશાળા હાલોલ ખુશાલ મારવાડી અને બુરહાન બેલીમ પોતાના પ્રોજેક્ટ સ્માર્ટ સ્કૂલ બેગ લઈને માર્ગ દર્શક વિજ્ઞાન શિક્ષક પ્રવિણ ભાઈ પરમાર તેમજ ઇંટવાડી પ્રા.શાળાના વિદ્યાર્થીઓ યોગરાજ અને કુલદીપ પોતાના પ્રોજેક્ટ લાઈફ સેવર બોટ સાથે પોતાના માર્ગદર્શક ભરભાઈ પટેલ સાથે ભાગ લીધો હતો.બન્ને પ્રોજેક્ટ મોડેલ પ્રેઝન્ટેશન માં રહેલ લગભગ 250 જેટલાં પ્રોજેક્ટમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.કુમારશાળા હાલોલ ના પ્રોજેક્ટની વિજ્ઞાન પ્રસારના બી.કે ત્યાગી સર તેમજ જેમના દેખરેખ હેઠળ સમગ્ર કાર્યક્રમ નું આયોજન થયું હતું એવા Ncts ના ચેરમેન ચંદ્રમોલી સર તેમજ ડાયરેક્ટર ભોરણીયા સરે પણ મુલાકાત લીધી હતી અને વિદ્યાર્થીઓ પાસેથી પ્રોજેક્ટ ની વિગતો લીધી હતી.પોતાના ઇનોવેટીવ પ્રોજેક્ટ દ્વવારા કુમાર શાળાના વિદ્યાર્થીઓએ વિવિધ ભાગ લીધેલ વિવિધ રાજ્યો જેવા કે જમ્મુ કાશ્મીર, મહારાષ્ટ્ર,આસામ,દિલ્હી, કર્ણાટક, મધ્યપ્રદેશ, રાજસ્થાન તેમજ તેલગણાંની પ્રાઇવેટ અને ઇંગલિશ મીડિયમના વિદ્યાર્થીઓ બરાબર ટક્કર આપી હતી.બીજા દિવસે ભોજન બાદ પરિણામ ડિક્લેર કરવામાં આવ્યું હતું જેમાં કુમારશાળા હાલોલ ને પ્રથમ ક્રમ પ્રાપ્ત થયો હતો.બન્ને વિદ્યાર્થી અને માર્ગ દર્શક શિક્ષક પ્રવિણ ભાઈ પરમારનું ઉપસ્થિત વૈજ્ઞાનિકો દ્વારા ગોલ્ડ મેડલ તેમજ સર્ટિફિકેટ આપી સન્માન કરવામાં આવ્યું હતું.જે હાલોલ સાથે સમગ્ર જિલ્લા માટે ગૌરવ છે.હાલોલની ઇંટવાડી પ્રા.શાળાને પણ ત્રીજા ક્રમે સ્પેશિયલ કેટેગરી માં બ્રોન્ઝ મેડલ તેમજ સર્ટિફિકેટ આપી વિદ્યાર્થી તેમજ માર્ગદર્શક શિક્ષક ભરતભાઈ પટેલ ને સન્માનિત કરાયા હતા.હાલોલ કુમારશાળા ને પ્રથમ નમ્બર સાથે ગોલ્ડ મેડલ મળતા શાળા , ક્લસ્ટર તેમજ તાલુકા ટિમ વતી અભિનંદન આપવામાં આવ્યા હતા.

Back to top button
error: Content is protected !!