BANASKANTHAGUJARATPALANPUR
શ્રી કામધેનુ હરી ભક્તિ મહોત્સવમાં લોક ગાયક કિંજલ દવે પધાર્યા

13 જાન્યુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
મકરસંક્રાંતિના પાવન પર્વ પર દિયોદર ખાતે ગજાનન ગૌસેવા આશ્રમ માં અતિ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. પરમ પૂજ્ય મુકુંદ પ્રકાશજી મહારાજ દ્વારા કિંજલ દવે ને ગાય માતાની પ્રતિમા આપી ખેસ પહેરાવીને સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં લોક ગાયક કિંજલ દવે એ આજ રોજ કથા માં પધારીને કથા શ્રવણનો લાભ લીધો હતો. કિંજલ દવે એ એમના મધુર કંઠે માતાજી નો ગરબો રજૂ કરીને શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા.




