ARAVALLIGUJARATMEGHRAJ

મેઘરજના ભેમાપુર ગામે મહિલા પર હિંચકારો હુમલો કરાયો : પાંચ હુમલાખોરો સામે પોલીસ ફરીયાદ

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

મેઘરજના ભેમાપુર ગામે મહિલા પર હિંચકારો હુમલો કરાયો : પાંચ હુમલાખોરો સામે પોલીસ ફરીયાદ

મેઘરજના ભેમાપુર ગામે એક મહિલા પોતાના ખેતરમાં જેસીબી મશીન થી સાફ સફાઇ કરાવી ત્યાંથી નીકળતાં મહિલા પર પાંચ શખ્સોએ હિચકારો હુમલો કરી મહિલાને ઢોર માર મારતાં મહિલા ઇજાગ્રસ્ત બની હતી જે ઘટનામાં ભોગ બનનાર મહિલાએ પાંચ હુમલાખોર વિરૂધ્ધ પોલીસ ફરીયાદ નોધાઇ છે

મેઘરજના રેલ્યો ગામના ટીનાબેન ગુલાબસિહ રાઠોડ ભેમાપુર ગામની સીમમાં લાખાપુર ત્રણ રસ્તા પર આવેલ પોતાની જમીન પર જેસીબી થી સાફ સફાઇ કરાવી ટીનાબેન ઘરે નીકળવા કરતા હતા તે વખતે ત્યાં બે શખ્સો દોડી આવી ટીનાબેન સાથે બોલા ચાલી કરી નઠારી ગાળો બોલી તને આજે મારી નાખવાનીછે તેમ કહી છુટા પથ્થરો મારતાં ટીનાબેનને પથ્થર વાગતાં નીચે પડીગયા હતા ત્યા આ શખ્સે લાકડી વડે ટીનાબેનને ઢોરમાર મારવા લાગ્યો હતો બુમરાણ થતાં ટીનાબેન સાથે ના માણસો દોડી આવી ટીનાબેનને રોડ પર લઇ જઇ બેસાડ્યા હતા તે સમયે શખ્સે કીકીયારીયો કરી બુમો પાડી આવી જાઓ આજેતો આને મારી નાખવાનીછે તેમ કહી બુમો પાડતા તેનુ ઉપરાણુ લઇ અન્ય શખ્સો દોડી આવી ટીનાબેનને નઠારી ગાળો બોલી છુટા પથ્થરો મારવા લાગ્યા હતા જેમાં ટીનાબેનને ઇજાઓ પહોચી હતી જેમ તેમ કરી ટીનાબેન પોતાનો જીવ બચાવી પોતાની ગાડીમાં બેસી મેઘરજ આવી હોસ્પીટલમાં સારવાર કરાવી હતી જે ઘટનામાં ટીનાબેન રાઠોડે મેઘરજ પોલીસમાં હુમલાખોર.ભરત કોદર રાવળ.સંજય હાથી કટારા.કમલેશ કોદર કટારા.બળવંત હાથી કટારા.રમેશ હાથી કટારા તમામ રહે.ભેમાપુર તા.મેઘરજ વિરૂધ્ધ ફરીયાદ નોધાવી હતી

Back to top button
error: Content is protected !!