સાધલી ગામે સૈયદ વાહિદ અલી બાવાના હસ્તે મદ્રાસએ ગરીબ નવાજની સંગે બુનિયાદ કરાઈ
ફૈઝ ખત્રી... શિનોર વડોદરા જિલ્લાના સિનોર તાલુકાના સાધલી ગામે એકતા નગર સોસાયટી માં મદ્રાસ એ ગરીબ નવાજ ની સંગે બુનિયાદ નો પ્રોગ્રામ યોજાયો યોજાયો હતો. સાધલીના એકતાનગર સોસાયટીમાં સૂફી સંત આલ્હાજ સૈયદ વાહોદઅલી બાવા ના મુબારક હસ્તે મદ્રેસા ની સંગે બુનિયાદ કરવામાં આવી હતી. જેમાં બાવાસાહેબે મદ્રરસા ની પહેલી ઈંટ મૂકી મદ્રાસ એ ગરીબ નવાજ ની સંગે બુનિયાદ નો પાયો નખાયો હતો. જેમાં મોટી સંખ્યામાં મદ્રેસાના બાળકો આમંત્રિત મહેમાનો તથા આગેવાનો ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. મદ્રાસ એ ગરીબ નવાજ માં બાળકો કુરાન શરીફની અરબી ભાષા નું જ્ઞાન મેળવી આજના સમાજ રહેલા કુ રિવાજો ને દુર કરી સમાજ માં રહેલ બદીઓ ને દૂર કરવામાં મહત્વ નું યોગદાન આપશે. આ પ્રોગ્રામ સાથે સાથે મદ્રસા ના બાંધકામ માટે ઈટ.રેતી. સિમેન્ટ તથા રોકડ રકમ દાતાઓ દ્વારા દાન પેટે આપવામાં આવી હતી.