Dang: વઘઈ પોલીસ મથકની SHE ટીમ દ્વારા દેવી પ્રોજેક્ટ અંતર્ગત વૃદ્ધિ મહિલાની મદદ કરી માનવતા મહેકાવી..
MADAN VAISHNAVJanuary 17, 2025Last Updated: January 17, 2025
1 1 minute read
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ જિલ્લામાં પ્રોજેક્ટ દેવી અંતર્ગત વઘઈ પોલીસ સ્ટેશનનની SHE ટીમ દ્વારા એક ઉમદા કામગીરી કરવામાં આવી છે.દગડીઆંબા ગામની એક એકલી વૃદ્ધ મહિલા નામે સોમીબેન ગાયકવાડે છેલ્લા આઠ વર્ષથી જંગલમાં એકલી રહેતી હતી.વધુમાં ગામવાસીઓ તેમને કમનસીબ ગણતા અને હેરાન કરતા હતા.આ સ્થિતિની જાણ થતાની સાથે જ વઘઈ પોલીસ સ્ટેશનની શી ટીમ તાત્કાલિક દગડીઆંબા ગામ ખાતે પહોંચી હતી.વઘઇ પોલીસ મથકનો શી ટીમે સોમીબેનની દયનીય સ્થિતિ જોઈને તેમને સહાનુભૂતિ આપી હતી.અને તેમના જીવન નિર્વાહ માટે અનાજની કીટ પૂરી પાડી હતી.આ સાથે પોલીસ વિભાગ દ્વારા સોમીબેનનાં ખોરાક, આરોગ્ય અને સલામતી માટે સતત વ્યવસ્થા કરવાનું નક્કી કર્યું છે.આ કામગીરી ડાંગ જિલ્લાનાં પોલીસ અધિક્ષક યશપાલ જગાણીયા અને નાયબ પોલીસ અધિક્ષક એસ.જી.પાટીલની સુચનાથી શક્ય બની છે.ડાંગ જિલ્લા પોલીસ વડા યશપાલ જગાણીયા અને નાયબ પોલીસ અધિક્ષક એસ.જી.પાટીલનાં સકારાત્મક અભિગમ અને આદિજાતિ બંધુઓ પ્રત્યેની સંવેદનાનાં લીધે પ્રોજેક્ટ દેવી સમાજમાં સકારાત્મક ફેરફારો લાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.અને સોમીબેન જેવી અન્ય મહિલાઓને મદદ કરીને, માનવતાની સાચી ભાવના દર્શાવી શકાય છે..
«
Prev
1
/
78
Next
»
ગિરનાર લીલી પરિક્રમામાં આવતા શ્રદ્ધાળુઓ વરસાદની સ્થિતિને ધ્યાન રાખી પ્રવાસનું આયોજન કરે : કલેકટર