તા.૧૭.૦૧.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ લાયન્સ ક્લબ ઓફ દાહોદ સીટી દ્વારા ધાબળા અને સ્વેટરનું વિતરણ કરવામાં આવ્યા
લાયન્સ ક્લબ ઓફ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ ૩૨ ૩૨ એફ વન રિજીયન ચાર અને ઝોન:૨ લાયન્સ ક્લબ ઓફ દાહોદ સીટી દ્વારા દાહોદ તાલુકાના અંતરિયાળ ગામોમાં છેવાડાના માનવી સુધી પહોંચે તેવી સેવાકીય પ્રવૃત્તિ કરે છે કે અંતર્ગત કાળા ખેતર પ્રાથમિક શાળા તરવાડીયા હિંમત તાલુકો દાહોદ જિલ્લો દાહોદ બાલવાટિકા ધોરણ. ૧ અને ધોરણ બે ના નાના ભૂલકાઓમાં ઠંડીથી રક્ષણ મેળવવા માટે ૬૦ બાળકોને દાતા પ્રમુખ લાયન સેફીભાઈ પીટોલ વાળા દ્વારા સ્વેટર વિતરણ કરવામાં આવ્યું આ ઉપરાંત ગામમાં રહેતા વૃદ્ધજનોને ૫૦ ધાબળાનું વિતરણ કેબિનેટ સેક્રેટરી લાયન યુસુફી કાપડિયા તથા ડિસ્ટ્રિક્ટ ચેરમેન અને મંત્રી લાયન કમલેશ લીમ્બાચીયા ના હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે બીટ કેળવણી નિરીક્ષણ ગણપતભાઈ જાટવા સી.આર.સી બળવંતભાઈ રાઠોડ આચાર્ય નવલભાઇ હરિજન તેમજ શિક્ષક મિત્રો અને વિદ્યાર્થી મિત્રો હાજર રહ્યા હતા આચાર્ય દ્વારા જણાવવામાં આવ્યું કે લાયન્સ ક્લબ ઓફ દાહોદ સીટી પ્રાથમિક શાળાના બાળકોને ૫૫૦ થી વધુ સ્વેટર વિતરણ કરેલ છે આ ઉમદા સેવાકીય પ્રવૃત્તિ દ્વારા અંતરિયાળ ગામના બાળકોને લાભ મળ્યો તે બદલ આભાર વ્યક્ત કર્યો હતો