SURATSURAT CITY / TALUKO

ગુજરાતની 16 વર્ષીય વિદ્યાર્થીની ગર્ભવતી બની, બાથરૂમમાં જ કસુવાવડ થઈ

સુરતથી સમાજને આંગળી ચીંધતો ગંભીર કિસ્સો સામે આવ્યો છે. પાંડેસરા ખાડી કિનારેથી અઠવાડિયા પહેલા મળી આવેલા મૃત નવજાતને ધો. 10માં અભ્યાસ કરતી 16 વર્ષીય વિદ્યાર્થીનીએ પોતાની ઉંમરના પ્રેમી સાથેના શારિરીક સંબંધ થકી ગર્ભ રહેતાં ગર્ભપાતની ગોળી પીધા બાદ ત્યજી દીધાની ચોંકાવનારી હકીકત પોલીસ તપાસમાં બહાર આવી છે. પોલીસે વિદ્યાર્થીનીના પ્રેમીને ડિટેઇન કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પાંડેસરા-કૈલાશ નગર ચોકડી સ્થિત અપેક્ષા નગર નજીક ખાડી કિનારેથી અઠવાડિયા અગાઉ મૃત નવજાત બાળક આવ્યું હતું. માથા અને શરીરના ભાગે ઈજાથી મૃત્યુ પામનાર નવજાતને ત્યજી દેનાર નિષ્ઠુર જનેતાની હાથ ધરેલી શોધખોળ અંતર્ગત પાંડેસરા પોલીસને બાતમી મળી હતી કે સ્થાનિક વિસ્તારમાં રહેતી યુવતીનું ગત દિવસોમાં પેટ મોટું હતું અને હાલમાં સામાન્ય છે. જેથી પોલીસે તેના ઘરે પહોંચી હતી. જ્યાં યુવતીની પૂછપરછની સાથે નવી સિવિલ હૉસ્પિટલ ખાતે મેડિકલ ચેકઅપ કરાવ્યું હતું. જેમાં યુવતીની નજીકના દિવસોમાં ડિલિવરી થઈ હોવાનું તબીબોએ જણાવ્યું હતું.

ધો. 10માં અભ્યાસ કરતી 16 વર્ષીય યુવતીની પૂછપરછ કરતાં તેણે કબૂલાત કરી હતી કે છ મહિના અગાઉ ઇન્સ્ટાગ્રામ ઉપર 19 વર્ષીય યુવક સાથે મિત્રતા બાદ પ્રેમસંબંધ બંધાયો હતો. તેને પોતાના ઘરે લઈ જઈ અનેક વખત શરીર સંબંધ બાંધ્યા હતા. જેથી પોતાને ગર્ભ રહ્યો હોવાથી વિદ્યાર્થીનીએ ગર્ભપાત કરવાનું નક્કી કરી લીધું હતું. જેથી તેણે યુટ્યુબ જોવાનું શરુ કર્યું હતું અને તેમાં ગર્ભપાત સર્ચ કરીને તેના આધારે દવા લીધી હતી.

ગત 8 જાન્યુઆરીએ ગર્ભપાતની ગોળી પીધી હતી. ગોળી પીધા બાદ તા. 9 જાન્યુઆરીની વહેલી સવારે ૩ વાગ્યાના અરસામાં પેટમાં દુઃખાવો થતાં બાથરૂમમાં ગઈ હતી જ્યાં ડિલિવરી થતાં બાળકને જન્મ આપ્યો હતો. પોતાની આબરૂ બચાવવા પ્રેમસંબંધ થકી જન્મેલા બાળકને ખાડી કિનારે ત્યજી દીધું હોવાની ચોંકાવનારી કબૂલાત કરી છે. ઉલ્લેખનીય છે કે હાલમાં મુંબઈ ખાતે નોકરી કરતાં યુવકને ડિટેઇન કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઇન્સ્ટાગ્રામ થકી પ્રેમ સંબંધ બંધાયા બાદ શરીર સંબંધ બાંધનાર યુવતીને ગર્ભ રહ્યો હતો. જોકે આ અરસામાં 16 વર્ષીય પ્રેમી સુરત છોડી મુંબઈ નોકરી કરવા ચાલ્યો જતાં પોતે ગર્ભવતી છે, આ બાબત કોઈને કહી શકે એમ ન હતી. બીજી તરફ સમય પસાર થતાં ગર્ભના કારણે પેટ મોટું દેખાતું હતું, જેથી માતા અને પિતાએ યુવતીને પૂછતાં તેણીએ કહ્યું હતું કે આજકાલ ગેસ બહુ રહે છે એટલે પેટ ફૂલેલું રહે છે.

Back to top button
error: Content is protected !!