GODHARAGUJARATPANCHMAHAL

*પંહમહાલ જિલ્લામાં શાળા સલામતી સપ્તાહ-૨૦૨૫ ની ઉજવણી કરાશે

 

શહેરા

નિલેશભાઈ દરજી શહેરા

***********

*પંચમહાલ, સોમવાર::* મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે ગાંધીનગર ખાતેથી ગુજરાત શાળા સલામતી સપ્તાહ-૨૦૨૫ નું ઉદ્દઘાટન કરવામાં આવ્યું અને જિલ્લા તેમજ તાલુકાકક્ષાએ પણ વિવિધ શાળાઓમાં પણ શાળા સલામતી સપ્તાહનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું. જે અંતર્ગત પંચમહાલ જિલ્લામાં તા.૨૦/૦૧/૨૦૨૫ થી તા.૨૫/૦૧/૨૦૨૫ દરમિયાન શાળા સલામતી સપ્તાહની ઉજવણી કરાશે. આ કાર્યક્રમમાં જિલ્લાની તમામ શાળામાં આયોજન મુજબ સપ્તાહ દરમિયાન વિવિધ પ્રવૃતિઓ હાથ ધરાશે. જેમાં આપત્તિ સંજોગ સમય અંગે માર્ગદર્શન, પોસ્ટર/ચાર્ટ દ્વારા માહિતીની સમજ, આપત્તિ વ્યવસ્થાપન વિષય ઉપર વિવિધ સ્પર્ધાઓ યોજાશે. આ ઉપરાંત શાળા સલામતી સપ્તાહ અંતર્ગત મેગા ઇવેન્ટ માટે જિલ્લાની ૪૪ શાળાની પસંદગી કરવામાં આવી છે. જેમાં વિવિધ એજન્સી દ્વારા આગ સમાલતી, પ્રાથમિક સારવાર, શોધ – બચાવ જેવી તાલીમનું આયોજન કરવામાં આવશે. શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓમાં આપત્તિ વ્યવસ્થાપન વિશે જાગૃતિ કેળવાય તે હેતુથી આ શાળા સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવનાર છે.

 

Back to top button
error: Content is protected !!