તા.૨૦.૦૧.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ જિલ્લામાં નિષ્ફળ નલ સે જળ યોજના પૂર્ણ કરવા જનતા ટાઇગર સેનાનું સરકાર ને અલ્ટીમેટમ
જનતા ટાઇગર સેનાના પ્રદેશ અધ્યક્ષ દેવેન્દ્ર મેડાના નેતૃત્વમાં જનતા ટાઇગર સેના દ્વારા જિલ્લા કલેકટરને જરૂરિયાતપત્ર આપી રજુઆત કરી યુવા નેતા જયેશ સંગાડાએ જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મહત્વકાંક્ષી યોજના છે નલ સે જલ.. પણ દાહોદ જિલ્લામાં આ યોજના સદંતર નિષ્ફળ નીવડી છે સમગ્ર જિલ્લામાં એક પણ ગામ એવું નથી કે જ્યાં સંપૂર્ણપણે નલ સે જળ યોજના લાગુ થઈ હોય છેલ્લા પાંચ વર્ષથી આ ભાજપની સરકાર નલ સે જળ યોજનાના નામે છેતરી રહી છે સંજેલી તાલુકાના હીરોલા સ્થિત પાણી પુરવઠા યોજનામાથી દાહોદ શહેરને પાણી મળે છે પણ સ્થાનિક બોડાડુંગર રેવન્યુ ગામ છે છતાં સ્થાનિક બોડાડુંગર કરંબા, હીરોલા જેવા ગામો પાણી વિહોણા છે.પટાડુંગરી માથી પણ પાણી દાહોદ શહેરને મળે છે પણ સ્થાનિક ગામો પાણી વિહોણા છે ૩૦ માર્ચ ૨૦૨૫ના રોજ સુધી દાહોદ જિલ્લાના પ્રત્યેક ઘર સુધી પીવાનું પાણી એ અમારી જરૂરિયાત છે જે નહિ પોહચે તો જનતા ટાઇગર સેના ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરશે તારીખ ૧ એપ્રિલ ૨૦૨૫ થીગાંધી ચીંધ્યા માર્ગે આ પાણી રોકીશુ આજના જરૂરીયાતપત્રમાં સામાજિક કાર્યકર સંજયભાઈ નિનામાં,મુન્નાભાઈ પરમાર, ખડીયા સુનિલ,રાજેશભાઇ કલારા ઉપસ્થિત રહ્યા