
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
સુક્ષ્મ લધુ મંત્રાલય ભારત સરકારના ઉપક્રમે ભારત સરકારનાં પ્રસાર એક્ટ ૨૦૦૫ ના નિયમોનુસાર સ્થાનિક તરૂણો માટે કાયમી સ્વરૂપેની નોકરી માટે ISO અને DG માન્યતા પ્રાપ્ત શિવ સ્વરાજય સિક્યુરીટી એન્ડ મેનપાવર સર્વિસીસ પ્રા. લિ. દ્વારા વઘઇમાં કાયમી ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ છે.
બેરોજગાર યુવાઓને નોકરી મળે તે માટે આવા મેળાઓનું આયોજન કરવામાં આવે છે. જેમાં મોટી સંખ્યામાં યુવાઓ ભાગ લઇ આત્મનિર્ભર બને તે જરૂરી છે. ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર રાજ્યમાં પણ નોકરી માટે આ ભરતી મેળો ઉપયોગી થઇ શકે છે તેમ ભરતી અધિકારી દ્વારા એક અખબારી યાદીમાં જણાવાયું છે.
તારીખ ૨૮ જાન્યુઆરી થી ૩૧ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ ૪ દિવસ સુધી સવારે ૮ થી બપોરે ૧ વાગ્યા સુધી, વઘઇ કૉમ્યુનિટી સેન્ટર હૉલ, નવા પોલીસ સ્ટેશન સામે વઘઇ ઝાવડા રોડ પાસેભરતી પ્રક્રિયા યોજાશે. જેમાં વધુમાં વધુ યુવાનોને આ સુવર્ણ તકનો લાભ લેવા અનુરોધ કરાવામાં આવ્યો છે. જે માટે ભરતી અધિકારી ૯૨૮૪૧૨૫૧૦૦, ૮૮૮૮૬૬૯૫૯૮ નો સંપર્ક કરવા જણાવાયું છે.
મહારાષ્ટ્ર અને ગુજરાત ગાર્ડ બોર્ડ દ્વ્રારા ઉમેદવારોની લાયકાત યુવક ઓછામાં ઓછું ૧૦ પાસ હોવા જોઈએ, ઉમર ઓછામાં ઓછા ૧૮ થી ૪૦ વર્ષથી ઓછી, વજન ૪૫ કિલોથી વધુ, ઉંચાઇ ૧૬૫ સેમી તેમજ યુવકનું મેડિકલ ફિટ હોવું જોઈએ, તેમજ નોકરી મળ્યા પછીની સુવિધાઓ જેવી કે પીએફ, અને સમગ્ર પરિવાર માટે ફેમિલી મેડિકલ, પીએફ પેન્શન, વિધવા પેન્શન, જવાન બેરેક વગેરે સહિતની તમામ સુવિધાઓ નિયમ મુજબ આપવામાં આવશે તેમ ભરતી અધિકારી દ્વારા વધુમાં જણાવાયું છે.




