સમીર પટેલ, ભરૂચ
ભરૂચ જિલ્લામાંથી પસાર થઇ રહેલાં દાંડી હેરિટેઝ માર્ગની અવદશા જોવા મળી રહી છે. મહાત્મા ગાંધીજીએ દાંડીકૂચ આ માર્ગ પરથી કરી હોવાથી તેેને દાંડી હેરિટેઝ માર્ગ તરીકે વિકસાવામાં આવી રહયો છે. આમોદ નજીક 13 કરોડથી વધુના ખર્ચે બનેલો રસ્તો 3 વર્ષમાં બિસમાર બની જતાં કામગીરી સામે સવાલો ઉભા થયાં છે. હલકી ગુણવત્તાની કામગીરી સામે સવાલો ઉભા થયા બાદ હવે રીપેરિંગની કામગીરી કરાઇ રહી છે. આમોદમાંથી દાંડીયાત્રા પસાર થઈ હોવાથી સરકારે સમગ્ર દાંડી યાત્રાને દાંડી માર્ગ તરીકે જાહેર કરીને રાષ્ટ્રીય ધોરીમાર્ગનું તરીકે જાહેર કરતા આ સમગ્ર માર્ગને નવીન બનાવવામાં આવ્યો હતો. આમોદમાંથી પણ જે દાંડી માર્ગ પસાર થાય છે એ માર્ગને પણ 20 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યો હતો. પહેલા 13 કરોડ રૂપિયા ખર્ચથી નવીનીકરણ કરવામાં આવ્યું હતું જે 13 કરોડ રૂપિયાના ખર્ચે બનેલો માર્ગ માત્ર 3 વર્ષમાં જ ખખડધજ હાલતમાં બની ગયો હતો અને મોટા ખાડા પડી ગયા હતા જેના કારણે વાહન ચાલકોને ભારે નુકસાની નો સામનો કરવો પડે છે.આ માર્ગ સુરત અને સૌરાષ્ટ્રને જોડતો મહત્વનો ધોરીમાર્ગ હોય અને અસંખ્ય વાહનો દિવસ દરમિયાન પસાર થતા હોય આ ખખડધજ માર્ગને સાડા6 કરોડ રૂપિયાના ખર્ચે પુન મારા મત કરીને નવો બનાવવામાં આવ્યો હતો. આ રસ્તાને 3 ફૂટ જેટલો ઊંડો ખોદીને પુન નવો બનાવવામાં આવ્યો હતો અને જેના માટે 6:30 કરોડ રૂપિયાની નિવિદા બહાર પાડવામાં આવી હતી. નવીનીકરણ બાદ ઉદ્ઘાટનના માત્ર ત્રણ માસમાં જ આ રસ્તો પુનઃ ખખડધજ હાલતમાં બની ગયો હતો અને ત્રણ ફૂટ થી ઊંડા ખાડા આ માર્ગ ઉપર પડી જતા વાહન ચાલકો ભારે હાલાકી ભોગવી રહયાં હતાં. જ્યારે આ માર્ગના કામનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું ત્યારે આ ભૂમિપૂજનના કાર્યક્રમના અંતે ધારાસભ્ય ડી.કે.સ્વામીએ પોતાના પ્રવચનમાં આ રસ્તાને 25 વર્ષ સુધી કંઈ નહીં થાય એવું પોતાના પ્રવચનમાં કહ્યું હતું પરંતુ તેમ છતાં આ માર્ગ માત્ર ત્રણ માસમાં જ ખખડધ જ હાલતમાં બની ગયો હતો આવા મહાત્મા ગાંધીના નામ સાથે જોડાયેલા રાષ્ટ્રીય ધોરીમાર્ગ એવા દાંડી માર્ગની કામગીરી પણ આવી તકલાદી બનતી હોય તો બીજા વિકાસના કામોની ગુણવત્તા પર પ્રશ્ન ઊભો થાય એ સ્વાભાવિક છે પરંતુ હાલ તો આ રસ્તાનું મરામત કામગીરી પ્રારંભ કરવામાં આવી છે એટલે હાલ પૂરતી કે રાહત જણાઈ રહી છે.