GUJARATPANCHMAHALSHEHERA

નાસતા-ફરતા વોન્ટેડ આરોપી તથા ગૌમાંસનો જથ્થો પકડી પાડતી શહેરા પોલીસ

 

તા.૨૨/૦૧/૨૦૨૫.

શહેરા

નિલેશભાઈ દરજી શહેરા

પંચમહાલ ગોધરા રેન્જ પોલીસ મહાનિરીક્ષક આર.વી.અસારી સાહેબ તથા પંચમહાલ જીલ્લાના પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી સાહેબ નાઓએ નાસતા-ફરતા વોન્ટેડ આરોપીઓની ધરપકડ કરવા માટે જરૂરી સુચના કરેલ અને ગોધરા વિભાગ ગોધરાના નાયબ પોલીસ અધિક્ષક એન.વી.પટેલ સાહેબ નાઓએ નાસતા-ફરતા આરોપીઓની ધરપકડ કરવા માટે હ્યુમન સોર્સીસનો વધુમાં વધુ ઉપયોગ કરી તેમજ સતત વોચ-તપાસમા રહી નાસતા-ફરતા વોન્ટેડ આરોપીઓને પકડવા સારૂ જરૂરી સુચન અને માર્ગદર્શન પુરૂ પાડેલ જે અન્વયે પોલીસ ઇન્સ્પેકટર એ.બી.ચૌધરી શહેરા પોલીસ સ્ટેશન નાઓએ શહેરા પો.સ્ટે.ના સર્વેલન્સ ટીમના પોલીસ માણસોને નાસ્તા-ફરતા આરોપીઓ પકડી પાડવા તથા ગૌવંશનુ કતલ કરી ગૌમાંસનુ વેચાણ કરનાર ઇસમો વિરૂધ્ધમાં કામગીરી કરવા
સુચના કરેલ જે અન્વયે કામગીરીમાં હતા. તે દરમ્યાન અ.પો.કો. નવગણભાઇ સામતભાઇ બ.નં.૧૦૦૭ નાઓને ખાનગી રાહે એવી ચોક્કસ બાતમી હકિક્ત મળેલ કે, શહેરા પો.સ્ટે બી પાર્ટ
ગુ.ર.નં.૧૧૨૦૭૦૬૧૨૪૦૮૨૯/૨૦૨૪ ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ-૨૦૧૧ ના સુધારા-૨૦૧૭ ની કલમ-૬(બી),૮(૨),૮(૪),૧૦ તથા બી.એન.એસ. એક્ટ ૨૦૨૩ ની કલમ ૩૨૫,૫૪ તથા જી.પી.એક્ટ ક.૧૧૯ મુજબના ગુન્હાના કામે નાસતો-ફરતો/વોન્ટેડ આરોપી સહલ ઉર્ફે છઠ્ઠો હનીફ પઠાણ રહે.લીમડી ચોક શહેરા તા.શહેરા જી.પંચમહાલ નાનો હાલમાં આંકડીયા ગામે સફીક રશીદ પઠાણ નાઓના ઘરે આવેલ છે. અને સફીક રશીદ પઠાણ નાઓના ઘરે ભેગા મળી ગેરકાયદેસર
ગૌવંશ મંગાવી/મેળવી ક્તલ કરી ગૌમાંસનુ વેચાણ કરે છે. તેવી મળેલ બાતમી આધારે પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી નાઓએ પોલીસ મથકના સર્વેલન્સ ટીમના માણસોને બાતમી હકીકતથી વાકેફ કરી જરુરી સુચના અને માર્ગદર્શન પુરુ પાડી સદર બાતમી સબંધે કાયદેસર કરવા સુચના આપેલ જેથી સર્વેલન્સ સ્ટાફના માણસોએ આંકડીયા ગામે સફીક રશીદ પઠાણ નાઓના ઘરે તપાસ કરતા ઉપરોક્ત બાતમી મુજબના વર્ણનવાળો ઇસમ તથા બીજો એક ઇસમ ગૌ-માંસ(મટન) ૧૬.૨૮૦ કિલો તથા અન્ય મુદ્દામાલ
મળી કુલ કિં.રૂ.૩૨૫૬/- ના મુદ્દામાલ સાથે પકડાયેલ (૧) સઅદ ઉર્ફે છઠ્ઠો હનીફ પઠાણ ઉવ.૨૫ રહે.શહેરા નગર લીમડી ચોક તા.શહેરા જી.પંચમહાલ (૨) સફીક રશીદ પઠાણ ઉવ.૨૨ રહે.આંકડીયા
તા.શહેરા જી.પંચમહાલ નાઓની વિરૂધ્ધમાં અલગથી શહેરા પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૨૦૭૦૬૧૨૫૦૦૬૨ /૨૦૨૫ વિરૂદ્ધ ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ-૨૦૧૧ ના સુધારા-૨૦૧૭ ની કલમ-
૬(બી),૮(૨),૮(૪),૧૦ તથા બી.એન.એસ.એક્ટ ૨૦૨૩ ની કલમ ૩૨૫,૫૪ તથા જી.પી.એક્ટ ક.૧૧૯ મુબજનો ગુન્હો દાખલ કરી તેઓના વિરૂધ્ધમાં કાયદેસર કાર્યવાહી હાથ ધરેલ છે.
> પકડાયેલ આરોપી:-
(૧)સઅદ ઉર્ફે છઠ્ઠો હનીફ પઠાણ ઉવ.૨૫ રહે.શહેરા નગર લીમડી ચોક તા.શહેરા જી.પંચમહાલ (શહેરા
પો.સ્ટે.ગુ.ર.નં.૧૧૨૦૭૦૬૧૨૪૦૮૨૯/૨૦૨૪ મુજબના ગુન્હાના કામે વોન્ટેડ આરોપી)
(૨)સફીક રશીદ પઠાણ ઉવ.૨૨ રહે.આંકડીયા તા.શહેરા જી.પંચમહાલ

Back to top button
error: Content is protected !!