BHARUCHGUJARATJHAGADIYA

ઝઘડિયા તાલુકાના રાણીપુરા અને જુના ટોઠીદરા ગામે નર્મદા નદીના ચાલુ પ્રવાહમાંથી પાઇપલાઇન દ્વારા રેતી ઉલેચતા ઝડપાયા

ઝઘડિયા તાલુકાના રાણીપુરા અને જુના ટોઠીદરા ગામે નર્મદા નદીના ચાલુ પ્રવાહમાંથી પાઇપલાઇન દ્વારા રેતી ઉલેચતા ઝડપાયા

 

ભરૂચ ભૂસ્તર વિભાગની બે દિવસની બન્ને સ્થળે છાપામારીમા હીટાચી મશીન ટ્રક તથા નાવડી મળી આશરે એક કરોડ દશ લાખ જેટલા નો મુદ્દા માલ જપ્ત કર્યો

 

ઝઘડિયા તાલુકાના નર્મદા કાંઠા વિસ્તારમાં ખૂબ મોટા પાયે ગેરકાયદેસર રીતે રેતીનું ખાનદાન તથા તેનું વહન થઈ રહ્યું છે ગેરકાયદેસર રીતે લીજો ચલાવતા સંચાલકો જવાબદાર તંત્રને જાણે ખિસ્સામાં મૂકી ચાલતા હોય એટલી બે ફિકરાયથી રેતી ખનન અને ઓવરલોડ રેતી વહન કરી રહ્યા છે તાલુકાના રાણીપુરા ગામે પણ છેલ્લા એક માસ જેટલા સમયથી રાણીપુરાના કાચી વગામાંથી નર્મદા નદીના ચાલુ કરવામાં પાઇપલાઇન નાખી નાવડિયો વડે રેતી તેનો સ્ટોક કરવાની ગેરકાયદેસર પ્રવૃતિ ચાલી રહી હતી, ભુસ્તર શાસ્ત્રીને મળેલ ફરિયાદ ના આધારે તેમની સુચના અન્વયે ભુસ્તરવિજ્ઞાન અને ખનીજ કચેરી ભરૂચની ક્ષેત્રિય તપાસ ટીમ દ્વારા ગતરોજ તા.૨૨.૧.૨૫ નાં રાત્રે ૧૨:૩૦ કલાકે રાણીપુરા તા.ઝગડિયા ખાતેથી પસાર થતી નર્મદા નદી પટ્ટ વિસ્તારમાં આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવેલ. તપાસ દરમ્યાન નર્મદા નદી પટ્ટ વિસ્તારમાં એક યાંત્રિક નાવડી તથા એક ટાટા હિટાચી મશીન દ્વારા સાદી રેતી ખનીજનું બિનઅધિકૃત ખોદકામ કરી ટ્રકમાં સાદી રેતી ખનીજ ભરીને બિનઅધિકૃત વહન કરવામાં આવતું હોવાથી આશરે ૬૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરી ઝઘડિયા પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવેલ‌‌ છે. તેમજ તપાસ ટીમનાં સર્વેયર અશ્વિન કોટડીયા દ્વારા જગ્યા પર સંગ્રહ કરેલ સાદીરેતી ખનીજના જથ્થાની માપણી GPS મશીન‌ થી કરી આગળની નિયમોનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. બીજી છાપામારીમા જુના ટોઠીદરા ગામે મામલતદાર ઝગડિયા તથા ભુસ્તરવિજ્ઞાન અને ખનીજ કચેરી ભરૂચની ક્ષેત્રિય તપાસ ટીમ દ્વારા સંયુક્ત ટીમ બનાવી ટોઠીદરા તા.ઝગડીયા ખાતેથી પસાર થતી નર્મદા નદી પટ્ટ વિસ્તારમાં આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવેલ. તપાસ દરમ્યાન‌ એક હોન્ડાઈ મશીન તથા બે યાંત્રિક નાવડીઓ દ્વારા સાદીરેતી ખનીજનું બિનઅધિકૃત ખોદકામ કરતા હોવાનું જણાઈ આવતાં ૫૦ લાખ નો મુદ્દામાલ જપ્ત કરેલ. તેમજ સ્થળે સાદીરેતી ખનીજનો સંગ્રહ કરેલ જથ્થાની માપણી GPS મશીનથી કરી આગળની નિયમોનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ. આમ ભરૂચ જિલ્લા વિભાગ દ્વારા બે દિવસની છાપા મારી દરમિયાન કુલ રૂપિયા એક કરોડ દસ લાખનો મુદ્દા મલ જપ્ત કરી ગેગાયદેસર રેતી ખનન અને તેનું વાહનનો વેપલો કરતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

ઈરફાનખત્રી

રાજપારડી

Back to top button
error: Content is protected !!