રાજપીપલા : ૧૭ જેટલા જુદાજુદા પ્રોહી. ના ગુનામાં સંડોવાયેલા નાસતા ફરતા બુટલેગરને એલસીબી નર્મદાએ ઝડપી લીધો

રાજપીપલા : ૧૭ જેટલા જુદાજુદા પ્રોહી. ના ગુનામાં સંડોવાયેલા નાસતા ફરતા બુટલેગરને એલસીબી નર્મદાએ ઝડપી લીધો
રાજપીપલા : જુનેદ ખત્રી
સંદીપ સિંઘ, પોલીસ મહાનિરીક્ષક લોકલ ક્રાઈમ બ્રાન્ચ, નર્મદા વડોદરા વિભાગ તથા પ્રશાંત સુબે પોલીસ અધિક્ષક નર્મદા નાઓએ નર્મદા જીલ્લાના તમામ પો.સ્ટે. વિસ્તારમાં દાખલ થયેલ ગુનાઓના નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢી પરીણામલક્ષી કામગીરી કરવા આપેલ સૂચના આધારે ઈ/ચા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી., વાય એસ શિરસાઠ નાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. ટીમ દ્વારા હ્યુમન સોર્સ આધારે ચોક્કસ બાતમી હકીકત મેળવી (1) દેડીયાપાડા પો.સ્ટે.(૨) સાગબારા પોલીસ સ્ટેશન (૩) ઉમરપાડા પોલીસ સ્ટેશને નોંધાયેલ ગુનામાં છેલ્લા એક વર્ષથી તથા ડેડીયાપાડા તથા સાગબારા પો.સ્ટેમાં છેલ્લા છ સાત મહિનાથી નાસતો ફરતો આરોપી નામે અશોક કેસરીમલ માલી ઉ.વ.૩૮ રહે. ગુરુજી નગર સોસાયટી ઝખવાવ તા.માગરોલ જી.સુરત મુળ રહે. કંભોડીયા તા.નેત્રંગ જી.ભરૂચ નાને પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરી છે આરોપી ગુજરાત રાજ્ય સહિત અન્ય કુલ ૧૭ જેટલા ગુનાહનો ઇતિહાસ ધરાવે છે



