
વિજાપુર રોટરી કલબ હોલ ખાતે લાયન્સ કલબ ઓફ વિજાપુર અને વિસનગર ના સહયોગ થી 80 જેટલા ટીબી ના દર્દીઓને પોષણ કીટ અપાઈ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર લાયન્સ ક્લબ અને વિસનગર ના સહયોગ થી પ્રધાનમંત્રી ટીબી મુક્ત અભિયાન અંતર્ગત જન ભાગીદારી થકી તાલુકાના 80 ટીબી ના દર્દીઓને છ મહિના માટેની પોષણ કીટ આપવા મા આવી હતી. જેમાં ક્ષય કેન્દ્ર મેહસાણા તરફથી લાયન રમેશભાઈ પટેલને સન્માન પત્ર આપી જીલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સન્માનિત કરવા મા આવ્યા હતા. પ્રસંગે લાયન ના ડીસ્ટ્રીક ગર્વનર જીગીશાબેન કંસારા લાયન્સ કલબની વિવિધ સેવાઓને બિરદાવી હતી.અને સેવાઓની માહિતી આપી હતી આ કાર્યક્રમ મા મણીભાઈપટેલ પાસ્ટ ડીસ્ટ્રીક ગર્વનર .પ્રોજેક્ટ ચેરમેન હીનાબેન પટેલ. વિજાપુર લાયન્સ કલબ ના પ્રમુખ રાહુલ પટેલ અને સતીશ પટેલ. તેમજ જીલ્લા ક્ષય અધિકારી ડો અંજુબેન પરમાર .તાલુકા હેલ્થ ઓફિસર ડો ચેતન પ્રજાપતિ .અધિક્ષક ડો ઈન્દ્રેશ પટેલ.તાલુકા સુપરવાઈઝર મુકેશ ચૌહાણ તેમજ ટી બી સુપરવાઈઝર પ્રકાશ નાયી ઉપસ્થિતિ રહ્યા હતા





