GUJARATHALOLPANCHMAHAL

હાલોલ – નગર પાલિકાના ચીફ ઓફિસર દ્વારા થતી મનસ્વી કામગીરીના આક્ષેપ સાથે હાલોલ શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા હાલોલ મામલતદાર ને આવેદનપત્ર

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૨૩.૧.૨૦૨૫

હાલોલ નગર પાલિકાના ચીફ ઓફિસર દ્વારા થતી મનસ્વી કામગીરી ને લઇ હાલોલ શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા હાલોલ મામલતદાર ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.હાલોલ શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા હાલોલ મામલતદાર ને આપવામાં આવેદનપત્ર માં જણાવ્યું હતું કે હાલોલ નગર પાલિકાના ચીફ ઓફિસર દ્વારા હાલોલ નગર પાલિકા ની હદ બહાર જીઆઈડીસી માં પ્લાસ્ટિક ની બેગ/ ઝભલા બનાવતી ફેકટરીમાં નિયમ બહાર કાર્યવાહી કરે છે.છેલ્લા ત્રીસ વર્ષ થી કાર્યરત ફેકટરીઓ માં છૂટક દુકાનદારો અને શાકભાજી વાળાઓને ગ્રાહક માટે ઉપયોગમાં આવતા પ્લાસ્ટિક ની બેગ/ ઝભલા બનાવે છે.તે ફેકટરીઓ માં પોતાની હુકુમત બહાર ચેકીંગ કરી બંધ ફેક્ટરીઓના તાળા તોડી કરોડો રૂપિયાનો પ્લાસ્ટિક ની બેગ/ ઝભલા નો જથ્થો જપ્ત કરી હાલોલ નગર પાલિકા ના કોમ્યુનિટી હોલ ખાતે લઇ જવામાં આવ્યો છે.આ કામગીરી ને લઇ પ્લાસ્ટિક ની બેગ/ ઝભલા બનાવતી ફેકટરીઓ બંધ થઇ જતા હાલોલ તેમજ આજુ બાજુ ના ગામોના હજારો કામદારોની રોજી રોટી બંધ થઇ ગઈ છે. તેમાં મોટા ભાગે પ્લાસ્ટિક ની બેગ/ ઝભલા પેકીંગ કરવા બહેનો કામ કરે છે.તેઓની રોજી બંધ થઇ જતા તેમના કુટુંબીજનોના ભરણપોષણ નું શું થશે એ મોટો પ્રશ્ન છે. સિંગલ યુસ પ્લાસ્ટિક ની બેગ/ ઝભલા એકવાર ઉપયોગ કર્યા પછી ફેંકી દેવા પડે છે. દેશ માં દૂધડેરી નું દૂધ પ્લાસ્ટિક બેગ માં મળે છે. દુકાનોમાં મળતા નમકીન જેવાકે રીયલ નમકીન,બાલાજી નમકીન, ગોપલ નામકીન,બિસ્કિટના પેકેટ વગેરે તમામ બેગ ઝભલા સરકારે નક્કી કરેલ ધારા ધોરણ કરતા ઓછા માઇક્રોન ના જ હોય છે જો એવું બધું દેશમાં ચાલતું હોવા છતાં પ્લાસ્ટિક ના ઉપયોગ માટે માત્ર હાલોલ માં આવી કાર્યવાહી કોના ઈશારે થઇ રહી છે આવા અનેક કારણો સાથે આવેદનપત્ર આપવાનો હેતુ પાલિકાના ચીફ ઓફિસર દ્વારા તમામ ગેરકાયદેસર કાર્યવાહી જીઆઈડીસીમાં કરે છે તે બંધ કરી તે ઉધોગો ફરીથી ચાલુ થાય અને બેરોજગાર થયેલ ને રોજગારી મળે ઉપરાંત ફેક્ટરી માલિકો સામે થયેલ તમામ ફોજદારી કેસો પરત ખેંચાય, અસરગ્રસ્ત કામદારોને ફેક્ટરી ચાલુ થાય ત્યાં સુધી આર્થિક સહાય મળે, આવા મનસ્વી રીતે વર્તતા ચીફ ઓફિસર ને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે તેમ આવેદનપત્રમાં જણાવ્યું છે.

Back to top button
error: Content is protected !!