નસવાડી તાલુકાની 9 ગ્રામ પંચાયતોમાં પ્રધાન મંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓ ને વર્ક ઓર્ડર મંજૂરી પત્ર આપવામાં આવ્યા હતા.

મૂકેશ પરમાર ,,નસવાડી
નસવાડી ગ્રામ પંચાયત હોલ પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રા અંતર્ગત લાભાર્થીઓને વર્ક ઓર્ડર મંજૂરી પત્ર વિતરણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં અંબાડા ગ્રામ પંચાયતમાં 81,ભાખા ગ્રામ પંચાયતમાં 05 ,,જેમલગઢ ગ્રામ પંચાયતમાં 28,, કાટકૂવા ગ્રામ પંચાયતમાં 14 ,કોલંબા ગ્રામ પંચાયતમાં 26 ,,પોચંબા ગ્રામ પંચાયતમાં 82 સોઢલીયા ગ્રામ પંચાયતમાં 05 ,,વંકલા ગ્રામ પંચાયતમાં 16 ,, ઝેર ગ્રામ પંચાયતમાં 36 કુલ આમ કુલ – 293 જેટલા લાભાર્થીઓને પ્રધાનમંત્રી આવાસ યોજના – ગ્રા અંતર્ગત લાભાર્થીઓને વર્ક ઓર્ડર મંજૂરી પત્ર વિતરણ કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમ ધારાસભ્ય અભેસિહ ભાઈ તડવી નસવાડી તાલુકા પંચાયતના પ્રમુખશ્રી ભાવનાબેન ભીલ ,,ભાજપ તાલુકા પ્રમુખ જયરાજસિંહ ચૌહાણ ,,પૂર્વ ભાજપ તાલુકા પ્રમુખ ગોપાલસિંહ ચૌહાણ,,બાંધકામ સમિતિ ચેરમેન ચેતનભાઇ મેવાસી,, મહામંત્રી અનિલભાઈ શાહ ,, તાલુકા વિકાસ અધિકારી દ્વારા પ્રધાન મંત્રી આવાસ યોજના અંતર્ગત લાભાર્થી ઓને વર્ક ઓર્ડર મંજૂરી પત્રક આપવામાં ઉપસ્થિત રહ્યા હતા.









