ભરૂચ: જિલ્લા ટ્રાફિક પોલીસની ઝાડેશ્વર ચોકડી પર મોડીફાઇડ બુલેટ બાઈક, કાળા કાચ વાળી ગાડીઓ વિરુદ્ધ દંડનીય કાર્યવાહી


સમીર પટેલ, ભરૂચ
બુલેટના સાઈલેન્સર મોડીફાઇડ કરી ન્યુસન્સ ફેલાવનાર બુલેટ આજના યુવાનો ખુબ ફેરવી રહ્યા છે. ત્યારે ભરૂચ પોલીસ એક્શનમાં આવી હતી. બુલેટના સાયલેન્સર મોડીફાઇડ કરી ન્યુસન્સ ફેલાવનાર બુલેટ ચાલકો સામે પોલીસે લાલ આંખ કરી છે. આવા વાહનચાલકો વિરુદ્ધ પોલીસે કડક કાર્યવાહી કરી રહી છે. ભરૂચ જિલ્લા ટ્રાફિક પોલીસે ઝાડેશ્વર ચોકડી પર ડ્રાઇવ યોજી મોડીફાઇડ બુલેટ વિરુદ્ધ દંડનીય કાર્યવાહી હાથ ધરી હતી.
રાજમાર્ગો ઉપર આડેધડ ધૂમ સ્ટાઇલથી બાઈક દોડવાને કારણે રસ્તે ચાલતા બાળકો, મહિલા, વૃદ્ધોને વધુ તકલીફ પડે છે. જેને ધ્યાને લઈ જિલ્લા પોલીસ વડા ની સુચનાના આધારે જિલ્લા ટ્રાફિક પોલીસના પી.આઈ મહેરિયા તેમજ તેમના સ્ટાફે આજે સાંજે ઝાડેશ્વર ચોકડી પર ડ્રાઇવ યોજી સોટ્ટા મારવા નીકળતા બુલેટ ચાલકો સામે દંડનીય કાર્યવાહી હાથ ધરી હતી સાથેજ કાળા કાચ કરાવી ફરતા ફોરવ્હીલ ચાલકોના કાળા કાચ દૂર કરી દંડ ફટકાર્યો હતો.



