ગુજરાતના ગૌરવના યશભાગી થવાનો અવસર

26મી જાન્યુ. 2025ના રોજ પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૂપે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ નવી દિલ્હીના ”કર્તવ્ય પથ” ઉપર ભવ્ય અને રંગારંગ પરેડનું આયોજન થશે. જેમાં દેશની સૈન્ય અને સાંસ્કૃતિક ઝાંખીના પ્રદર્શનની સાથે રાજ્યોના ટેબ્લો પણ પ્રદર્શિત થશે. છેલ્લા 2 વર્ષથી ગુજરાત પબ્લિક ચોઈસ એવોર્ડમાં સતત પ્રથમ આવી રહ્યું છે. જે ગુજરાત માટે ગૌરવ સમાન છે, આ વર્ષે પણ ગુજરાત માટેના આપણા ગૌરવ અને પ્રેમને વ્યક્ત કરવાની ફરીથી તક ઊભી થઈ છે. જેમાં ગુજરાત દ્વારા પણ ‘’વિરાસતથી વિકાસના અદભૂત સંગમ’’ની થીમ પર આધારિત ટેબ્લો પ્રદર્શિત થશે. જેની લિંક 26/01/2025 ના રોજ શેર કરવામાં આવશે જેમાં આપનું અમૂલ્ય વોટિંગ કરીને તેમજ આપના થકી મહત્તમ સંખ્યામાં ઓનલાઈન વોટિંગ કરાવીને, આ વખતે પણ ગુજરાતને સતત ત્રીજીવાર વિજેતા બનાવવાનું ચૂકશો નહિ. આપના વિભાગના તમામ અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ, વિભાગ સાથે જોડાયેલા લાભાર્થીઓ વધુને વધુ વોટિંગ કરે તે સુનિશ્ચિત કરવા વિનંતી…
નોંધ: તા.26 જાન્યુઆરી 2025ના રોજ જાહેર રજા હોવાથી આ કામગીરી સંદર્ભે અત્યારથી જ એક ચોક્કસ પ્લાનિંગ થાય અને 26 જાન્યુઆરીના રોજ જયારે પણ લીંક ઓપન થાય ત્યારથી મોટી સંખ્યામાં ઓનલાઈન વોટિંગ અને તેનું રિપોર્ટીંગ થાય તે સુનિશ્ચિત કરી શકાય.
ઘણી વખત વોટિંગના દિવસે સર્વરની સમસ્યા આવતી હોય છે, જેથી યુઝર વોટીંગની પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી પ્રયત્ન ચાલુ રાખે અને વોટિંગ કર્યાનો સ્ક્રીનશોટ પણ લે તેવી સૂચના આપી શકાય.
આવો , સહુ સાથે મળીને ગુજરાતે સ્થાપિત કરેલી પબ્લિક ચોઈસમાં ટેબ્લો પ્રદર્શનમાં વિજયી બનવાની ગૌરવશાળી પરંપરાને મહત્તમ વોટિંગ દ્વારા આગળ વધારીએ. તેવો અનુરોધ મોરબી જીલ્લા માહિતી કચેરીના સહાયક માહિતી નિયામક પારૂલ આડેસરાના માર્ગદર્શન હેઠળ માહિતી મદદનીશ જલકૃતિ મહેતા એ જણાવ્યુ છે
__________________
—-regards
bharat g.bhogayata
Journalist ( gov.accre.)
b.sc.,ll.b.,d.n.y.(GAU),journalism (hindi),ind. relation &personal mnmg.(dr.rajendraprasad uni.)
jamnagar
8758659878
bhogayatabharat@gmail.com




