BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT
રેતી ભરેલું ડમ્પર પલટ્યું હોવાનાં લાઇવ દૃશ્યો કેમેરામાં કેદ:ભરૂચના શુક્લતીર્થ તવરા રોડ પર સર્પાકાર દોડતું ડમ્પર પલટી ગયું, ડ્રાઇવરે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો

સમીર પટેલ, ભરૂચ
ભરૂચના શુક્લતીર્થ તવરા રોડ પર એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે, જેનો લાઈવ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. રેતી ભરેલું ડમ્પર પલટી ગયું હતું. ડ્રાઈવરે સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવી દેતા ડમ્પર રોડ પર જ પલટી મારી ગયું હતું.
અકસ્માત એટલો ભયાનક હતો કે, ટ્રક રોડની વચ્ચે ઊંધી થઈ ગઈ હતી. સદનસીબે, આ દુર્ઘટનામાં ચાલકને માત્ર સામાન્ય ઈજાઓ થઈ છે. ઘટનાની જાણ થતાં તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચેલી એમ્બ્યુલન્સમાં ઘાયલ ચાલકને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
બીજી તરફ ભરૂચ સી ડિવિઝન પોલીસે ઘટનાની નોંધ લઈને આ અકસ્માત અંગે વિસ્તૃત તપાસ શરૂ કરી છે. પોલીસ અકસ્માતનાં કારણો અને અન્ય પાસાઓની તપાસ કરી રહી છે. આ ઘટના સ્થાનિક રહીશો માટે ચેતવણીરૂપ બની છે અને વાહન ચાલકોને સાવધાનીપૂર્વક વાહન ચલાવવાની યાદ અપાવે છે.



