BHARUCHJHAGADIYA

ઝઘડીયા તાલુકાના નવા ટોઠીદરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ ૫૨ માં રાજ્ય કક્ષાના વિજ્ઞાન- ગણિત પ્રદર્શનમાં ભાગ લેશે.

ઝઘડીયા તાલુકાના નવા ટોઠીદરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ ૫૨ માં રાજ્ય કક્ષાના વિજ્ઞાન- ગણિત પ્રદર્શનમાં ભાગ લેશે.

 

 

ઝધડીયા તાલુકાની સરકારી પ્રાથમિક શાળા નવા ટોઠીદરા છેલ્લા દસ વર્ષથી વિજ્ઞાન મેળામાં સાતત્યપૂર્ણ દેખાવ કરી રહી છે . જે પાંચ વાર રાજ્યકક્ષાએ અને બે વાર નેશનલ કક્ષાએ ઝઘડિયા તાલુકાનું અને ભરૂચ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરેલ છે.

જી. સી. ઇ .આર. ટી .ગાંધીનગર દ્વારા આયોજિત વર્ષ ૨૦૨૪ – ૨૫ ના દક્ષિણ ઝોન કક્ષાના વિજ્ઞાન મેળામાં ઝઘડીયા તાલુકાની બે શાળા પસંદગી પામી હતી. જેમાં નવા ટોઠીદરા શાળાના વિજ્ઞાન શિક્ષક ઉર્વેશકુમાર પટેલ અને વિદ્યાર્થી ભાવિક માછી , જૈનીલ પટેલ દ્વારા સ્માર્ટ ઇલેક્ટ્રિક પોલ નું મોડેલ રજૂ કર્યું અને બોરજાઈ શાળા ના વિજ્ઞાન શિક્ષક અલ્પેશકુમાર પટેલ અને વિદ્યાર્થીની જીનલ વસાવા , નિશા વસાવા દ્વારા સ્માર્ટ ખેતી માટેનું મલ્ટી પર્પઝ ઇન્સ્ટ્રુમેન્ટ નું મોડેલ રજૂ કર્યું હતું .જેમાં ઝોન કક્ષાના વિજ્ઞાન મેળામાં પ્રાથમિક શાળા નવા ટોઠીદરા ના વિદ્યાર્થીઓએ શ્રેષ્ઠ દેખાવ કરતા વિભાગ ૫(અ) આપત્તિ અને વ્યવસ્થાપન માં પ્રથમ નંબર મેળવી છઠ્ઠી વાર રાજ્યકક્ષાના વિજ્ઞાન મેળામાં ભાગ લેશે . આ પ્રોજેક્ટ માં લાઇટ ના થાંભલા પર લાગતા કરંટ થી કઈ રીતે બચી શકાય છે તેમજ થાંભલો કઈ જગ્યા એ તૂટી ગયો છે તે એસ.એમ.એસ. , કોલિંગ અને જી.પી.એસ. દ્વારા લોકેશન જાણી શકાય છે . રાજ્ય કક્ષાના વિજ્ઞાન મેળામાં પહોંચેલી નવા ટોઠીદરા શાળા પરિવાર અને બાળ વૈજ્ઞાનિકો ને સી.આર.સી , બી.આર.સી.,લાઇઝન અધિકારી,તાલુકા અને જીલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ,ભરૂચ ડાયટ પરિવાર તથા તાલુકા અને જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા .

 

ઈરફાનખત્રી

રાજપારડી

Back to top button
error: Content is protected !!