GUJARATSINORVADODARA

શિનોર પોલીસ દ્વારા નાગરિકો ને સાધલી ગામે તિરંગા નું વિતરણ કરવામાં આવ્યું

ફૈઝ ખત્રી…શિનોર

આવતી કાલે સમગ્ર દેશમાં ૭૬ માં પ્રજાસત્તાક દિન ની ભારે આન બાન સાથે ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આજે ૨૫ ડિસેમ્બર ના રોજ શિનોર તાલુકાના સાધલી ગામ ખાતે શિનોર પોલીસ સ્ટાફ દ્વારા બાઇક ચાલકો તેમજ આમ જનતાને તિરંગા નું વિતરણ કરવામાં આવ્યું હતું.

વાત કરીએ તો આવતી કાલે ૨૬ મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વ ની ઉજવણી કરવામાં સમગ્ર દેશ થનગની રહ્યો છે ત્યારે આજરોજ સાધલી ગામે સાધલી આઉટ પોસ્ટ ના જમાદાર વર્ધાજી તેમજ એમની ટીમ દ્વારા નાગરિકો ને તેમજ વાહન ચાલકો ને તિરંગા વહેંચી દેશ ભક્તિનો માહોલ ઉભો કરતા શિનોર પોલીસ ની કામગીરી ને નાગરિકો દ્વારા બિરદાવવામાં આવી હતી .

Back to top button
error: Content is protected !!