મહીસાગર જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી કલેકટર ના અધ્યક્ષ સ્થાને આઝાદ મેદાન સંતરામપુર ખાતે યોજાનાર છે

મહીસાગર જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી કલેક્ટર શ્રીમતી નેહા કુમારીની અધ્યક્ષ સ્થાને આઝાદ મેદાન સંતરામપુર ખાતે થનાર છે.
રિપોર્ટર….
અમીન કોઠારી
મહીસાગર….
જે અન્વયે આજરોજ જિલ્લા વિકાસ અધિકારી સી એલ પટેલની ઉપસ્થિતિમાં પ્રજાસત્તાક દિવસે યોજાનાર સમગ્ર કાર્યક્રમનું રિહર્સલ કરવામાં આવ્યું હતું. જેમાં સંબંધિત વિભાગના સર્વે અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
જિલ્લા વિકાસ અધિકારીએ વિસ્તાર પૂર્વક સમગ્ર કાર્યક્રમની રૂપરેખા સમજી હતી તેમજ સ્થળનું નિરીક્ષણ કરીને કાર્યક્રમને અનુલક્ષીને જરૂરી વિગતો મેળવી હતી. વધુમાં સર્વે અધિકારીઓને ૭૬માં પ્રજાસત્તાક પર્વ યાદગાર બની રહે તે રીતે કાર્યક્રમનું આયોજન કરવા માટે જરૂરી માર્ગદર્શન અને સૂચનો કરેલ હતા.
આ પ્રસંગે નિવાસી અધિક કલેકટર સી વી લટા, પ્રાયોજના વહીવટદાર યુવરાજ સિદ્ધાર્થ,સંતરામપુર પ્રાંત અધિકારી,મામલતદાર સંતરામપુર સહિત સંબંધિત અધિકારીઓ . પોલીસ અધિકારીઓ અને પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.





